Connect Gujarat
સુરત 

સુરત : ઉધનાના ઇન્દિરાનગરમાં વીજ કનેક્શન કપાતા સ્થાનિકોમાં રોષ, કલેક્ટર કચેરીએ પાઠવ્યું આવેદન

સુરત શહેરના ઉધના વિસ્તારના ઉદ્યોગનગર ખાતે આવેલ ઇન્દિરાનગર વસાહતના રહીશોના વીજ કનેકશન કાપી નાખવામાં આવતાં રોષે ભરાયેલા લોકો કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા.

X

સુરત શહેરના ઉધના વિસ્તારના ઉદ્યોગનગર ખાતે આવેલ ઇન્દિરાનગર વસાહતના રહીશોના વીજ કનેકશન કાપી નાખવામાં આવતાં રોષે ભરાયેલા લોકો કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા.

ઉધના વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર વસાહત ખાતે છેલ્લા ઘણા વર્ષોથી રહેવાસીઓ વસવાટ કરી રહ્યા છે, ત્યારે એકાએક ડીજીવીસીએલ દ્વારા તમામ મકાનોના વીજ કનેકશન કાપી નાખવામાં આવતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. રહીશો દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે કે, બિલ્ડર દ્વારા વિધુત બોર્ડ અધિકારીઓને જાણ કરી આ તમામ વીજ કનેક્શન કટ કરવામાં આવ્યા છે. હાલ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, તો બીજી બાજુ ટેલિફોનિક વાતચીતમાં ડીજીવીસીએલના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, ઇન્દિરાનગરમાં વસવાટ કરતાં લોકોને વિધુત બોર્ડ દ્વારા વીજ કનેક્શન આપવામાં આવ્યા હતા.

તેઓ પાસેથી બાંયધરી લેવામાં આવી હતી કે, આ જમીન તેઓની માલિકીની નથી. જો કોઈ વાંધાજનક અરજી સામે આવશે તો તેઓના વીજ કનેક્શન કાપી દેવામાં આવશે તેવી બાહેધરી સાથે તમામ લોકોને વીજ કનેક્શન આપવામાં આવ્યા હતા. તેથી જમીનના મૂળ માલિકે તેઓની મિલકત ઉપર વીજ કનેક્શન હોવાથી અરજી કરી આ કનેકશન કાપવા જણાવ્યુ હતું, ત્યારે અરજીના આધારે વિદ્યુત બોર્ડ દ્વારા વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Next Story
Share it