સુરત : પાણીના વેડફાટ સામે અલથાણના સ્થાનિકોએ કર્યો "સદુપયોગ", જુઓ ક્યાં લગાવી કતારો..!

સુરત શહેરના અલથાણ જળ વિતરણ મથક કેમ્પસમાં મનપાની 1 હજાર એમએમની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું

New Update
સુરત : પાણીના વેડફાટ સામે અલથાણના સ્થાનિકોએ કર્યો "સદુપયોગ", જુઓ ક્યાં લગાવી કતારો..!

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં મનપાના પાણી પુરવઠાની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા મોટી માત્રમાં પાણીનો વેડફાટ થયો હતો. જોકે, વહી જતાં પાણીનો સદુપયોગ કરવા સ્થાનિકોએ લાંબી કતારો લગાવી હતી.

સુરત શહેરના અલથાણ જળ વિતરણ મથક કેમ્પસમાં મનપાની 1 હજાર એમએમની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જોકે, આ ભંગાણ થતાં સંભવત અસર અઠવા ઝોન વિસ્તારમાં અને ત્યારબાદ સેન્ટ્રલ અને ઉધના વિસ્તારના લોકોને થશે. આ સાથે જ અઠવા, સેન્ટ્રલ અને ઉધના ઝોનના કેટલાક વિસ્તારમાં પાણી મળવાની શક્યતા પણ નહિવત્ રહી છે. જેના કારણે આ વિસ્તારોનાં 15 લાખ લોકોને તેને અસર થવાની સંભાવના છે.

આ ઉપરાંત પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે રીપેરીંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જોકે, લિકેજ થયેલી લાઈન 14 ફુટ નીચે હોવાથી પાણી કાઢવામાં ભારે જહેમત કરવી પડી હતી. તો બીજી તરફ ઘરે પાણી નહીં પહોચતા લોકો રસ્તા ઉપર પાણી ભરવા ઉમટ્યા હતા. વહી જતાં હજારો લિટર પાણીનો સદુપયોગ કરવા સ્થાનિકોએ વહેલી સવારથી જ લાંબી કતારો લગાવી હતી.

Latest Stories