સુરત: વરાછામાં કોમર્શિયલ કામના વિરોધમાં સ્થાનિકોએ લોહીથી પત્ર લખીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

વરાછા વિસ્તારમાં આવેલ જનતાનગર સોસાયટીમાં કોમર્શિયલ કામ છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવ્યા છે. રહેણાંક વિસ્તારમાં મશીન મૂકી કામ કરવામાં આવી રહ્યું છે. જેને પગલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો.

New Update
  • જનતાનગરના રહીશોએ લખ્યો લોહીથી પત્ર

  • કોમર્શિયલ કામના વિરોધમાં કાલકેટરને કરી રજૂઆત

  • કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર 

  • રહેણાંક વિસ્તારમાં મશીન મૂકીને કરવામાં આવે છે કામ 

  • રહીશોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ઉચ્ચારી ચીમકી

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જનતાનગર સોસાયટીના રહીશો દ્વારા લોહીથી રજૂઆત લખી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સોસાયટીમાં કોમર્શિયલ કામ થવાથી ત્યાં રહેતા લોકોએ આ મામલે અનેક વખત રજૂઆત કરી હતી.

પરંતુ કોઈ નિરાકરણ ન આવતા સોસાયટીના રહીશો દ્વારા પોતાના લોહીથી કલેક્ટરને પત્ર લખી આવેદન આપ્યું છે. અને આ મામલે કાયદેસરના પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જનતાનગર સોસાયટીમાં કોમર્શિયલ કામ છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવ્યા છે. રહેણાંક વિસ્તારમાં મશીન મૂકી કામ કરવામાં આવી રહ્યું છે. જેને પગલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો.

સ્થાનિકોએ આ મામલે અનેક વખત રજૂઆત કરી હતી,પરંતુ કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી. જેથી સોસાયટીના રહીશોએ કંટાળી પોતાના લોહીથી પત્ર લખ્યો છે અને સુરતના કલેક્ટરને આવેદનપત્ર આપી આ પત્ર તેમને મોકલ્યો છે અને જણાવ્યું છે કે જો 15 દિવસમાં રજૂઆતને ધ્યાને લઈ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories