/connect-gujarat/media/post_banners/0f457308533d5e32acbc40d14610da2ab8f7996315bec44223feff66f8fb9724.jpg)
સુરત શહેરના અઠવાલાઇન્સ ચોપાટી નજીક કેટલીક મહિલાઓએ એક મહિલાને જાહેરમાં માર માર્યો હતો, ત્યારે પોલીસ આવી જતા બન્ને પક્ષકારોને પોલીસ મથકે લઈ જવાયા હતા. જોકે, મારામારી વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે.
મળતી માહિતી અનુસાર, સુરતના અઠવાલાઇન્સ ચોપાટી સામેના પાર્કિંગમાં રહેતી શ્રમિક મહિલાઓના ઘર તોડી, સામાન ફેંકી દેતા લોકોએ વીફરેલી મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એ ધમાલ બંધ કરવાના બદલે શ્રમિક મહિલાઓ પર જ તૂટી પડી હતી, ત્યારે શ્રમિક મહિલાઓએ ધમાલ મચાવતી મહિલાને લાકડાના ફટકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો, ત્યારે જાહેરમાં માર મારતા જોઈ લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. ઘટના સ્થળે હાજર કેટલાક લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં મહિલાઓ મારમારી કરતાં હોય તેવા દ્રશ્યો કેદ કરી લીધા હતા. જોકે, ચોપાટી પાર્કિંગમાંથી શરૂ થયેલી બબાલ પોલીસ કમિશનર બંગલાની સામે 100 મીટર દૂર કલેકટર ઓફિસ બહાર સુધી પહોંચી હતી. જોકે, પોલીસની PCR વાન આવી જતા બન્ને પક્ષકારોને પોલીસ મથકે લઈ જવાયા હતા.