/connect-gujarat/media/post_banners/a27a9dcc35a6407ef80c08d53f40fba6c30223282c67b1cf87abf3000db2b90d.webp)
સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાની ઘાતકી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પ્રેમીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરત શહેરમાં દિન પ્રતિદિન હત્યા, ચોરી સહિત લૂંટના ગુનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી એક પછી એક હત્યાના બનાવો બની રહ્યા છે, જ્યારે વધુ એક હત્યાનો બનાવ મહિધરપુરા વિસ્તારમાં બન્યો છે. મહિધરપુરા વિસ્તારમાં અમિષા હોટલ પાસે આવેલ મંથન કોમ્પ્લેક્સના બીજા માળે રીનોવેટ થઈ રહેલી ઓફિસમાંથી હત્યા કરાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ તથા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી મૃતક યુવતીનો પ્રેમી છે. મૃતક યુવતી સચિન અને કાપોદ્રાના લક્ષ્મણનગર વિસ્તારમાં રહેતી હતી. યુવતી દેહવ્યાપારના ધંધામાં સંલિપ્ત હોવાનું બહાર આવ્યું છે. જોકે, યુવતીનો કાલિયા નામના ઈસમ સાથે પ્રેમ સંબંધ હતો, અને તેની સાથે વધુ સમય વિતાવતી હતી. હાલ સમગ્ર મામલે મહિધરપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી પ્રેમી કાલિયાને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.