/connect-gujarat/media/post_banners/e98db60587db653975940cf200d21822f1c4f493b3e2a46dd5276fbcc3682aa7.jpg)
સુરત મહાનગરપાલિકા દ્વારા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને 3 ભાષામાં શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે શિક્ષણ ક્ષેત્રે લેવાયેલા નિર્ણયનો આજથી અમલ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
સુરત જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ઉચ્ચતર માધ્યમિકના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં મનપા દ્વારા 3 ભાષામાં શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉચ્ચતર માધ્યમિક માટેના કુલ 24 ક્લાસ શરૂ કરાયા છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દેશની પહેલી એવી મહાનગરપાલિકા બની છે કે, જે 3 ભાષામાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બાળકોને આપશે. આ નિર્ણય બાદ મનપા કચેરી ખાતે મેયરના હસ્તે ઓનલાઈન લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ અવસરે મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, હાલ ઓનલાઈન શિક્ષણ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તો સાથે જ સરકારની ગાઈડલાઈન મુજબ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે પણ તૈયારી દર્શાવાય છે. ઉચ્ચતર માધ્યમિકના બાળકોને શિક્ષણ આપવા માટે 40થી 45 જેટલા શિક્ષકોને લેવામાં આવનાર છે. હાલ હિન્દીના 3 વર્ગો, મરાઠીના 11 વર્ગો અને ગુજરાતી 10 વર્ગો સાથે કુલ 24 વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. ઓનલાઈન હાજર રહેલા વિદ્યાર્થીઓમાં પાલિકાની નવી પહેલથી ખુશી સાથે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.