સુરત: ભારતીય બંધારણનાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નગાસેન નગર બુદ્ધ વિહાર નિશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે માન વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

New Update
  • પાંડેસરામાં મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી

  • ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે યોજાયો કાર્યક્રમ

  • ડો.બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

  • ડો.બાબાસાહેબના સંસ્મરણોને યાદ કરીને રેલી પણ યોજાઈ

  • આ પ્રસંગે લોકોએ વ્યસન મુક્તિના લીધા સંકલ્પ 

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નગાસેન નગર બુદ્ધ વિહાર નિશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે માન વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ પ્રસંગે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી રમાબાઈ ચોક સુધી રેલી યોજી હતી. વિદ્યાર્થીઓયુવાનો મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ કર્યો હતો.

ભારતીય બંધારણનાં ઘડવૈયા ડો.ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે 6 ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી,સમાજ સુધારક અને કાયદા અને કાયદા પ્રધાન હતા. શોષિત,વંચિતદલિત પીડિત લોકો માટે જ નહિ દેશના તમામ લોકોને સમતાસ્વતંત્રતા,બંધુત્વતાનો અધિકાર આપ્યો છે.આજે દેશભરમાં તેમના મહાપરી નિર્માણ દિવસે તેમને યાદ કરવામાં આવી રહ્યા છે.

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગર બુદ્ધ વિહાર નિશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં બાબાસાહેબ આંબેડકરજીના માન વંદના આપવામાં આવી હતી.વિદ્યાર્થીઓ યુવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ કાર્યક્રમમાં જોડાયા હતા.બાબાસાહેબ આંબેડકરજીના વિચારો ને યાદ કરી તમામ લોકોએ વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ કર્યો હતો.

Latest Stories