Connect Gujarat
સુરત 

સુરત : વિદેશી કંપનીના સહયોગથી મનપાએ હવા પ્રદૂષણ માપવાના CAAQMS સ્ટેશનો શરૂ કર્યાં...

શહેર તથા જીલ્લામાં વિદેશી કંપનીના સહયોગથી CAAQMS સ્ટેશન ઊભાં કરાયાં છે, આ સ્ટેશન થકી હવે વાતાવરણમાં કેટલું પ્રદૂષણ છે,

X

સુરત શહેર તથા જીલ્લામાં વિદેશી કંપનીના સહયોગથી CAAQMS સ્ટેશન ઊભાં કરાયાં છે, આ સ્ટેશન થકી હવે વાતાવરણમાં કેટલું પ્રદૂષણ છે, તેની એક મહિનામાં પાલિકાની વેબસાઈટ પર માહિતી જોવા મળી શકશે.

સુરત શહેર તથા જીલ્લામાં પ્રદૂષણ ફેલાવતા એકમો સામે મહાનગરપાલિકા દ્વારા પગલાં ભરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાલિકાએ શહેરમાં હવા પ્રદૂષણ માપતા 20 સ્ટેશન શરૂ કર્યાં છે. અગાઉ વરાછા-લિંબાયતમાં 2 જ સ્ટેશન હતા. હવે ક્યાં કેટલું પ્રદૂષણ છે, તેની માહિતી 24 કલાક ઓનલાઇન જાણી શકાશે. વિદેશી કંપનીના સહયોગથી કન્ટીન્યુઅસ એમ્બીઅન્ટ એર કવોલીટી મોનિટરીંગ (CAAQMS) સ્ટેશન ઉભા કરાયા છે. એક મહિનામાં તમામ માહિતી ઓનલાઇન મળી જશે. આ સાથે પ્રદૂષણ ફેલાવતા એકમો સામે પગલાં પણ ભરવામાં આવશે. આ સાથે જ પાલિકાની વેબસાઇટ થકી કોઈપણ નાગરિક 24 કલાક હવા પ્રદૂષણની માત્રાના ડેટા જોઈ શકશે. રસ્તા પરથી પસાર થતાં લોકોને પણ પ્રદૂષણ અંગેની માહિતી સરળતાથી મળી રહે તેવું મનપા દ્વારા આયોજન કરવામાં આવનાર છે.

Next Story