Connect Gujarat
સુરત 

સુરત : “મારી માટી મારો દેશ” કોઈ રાજકીય કાર્યક્રમ નથી, દેશના નાગરિકોમાં દેશભક્તિને ઉજાગર કરવાનું અભિયાન છે : હર્ષ સંઘવી

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સુરત પોલીસે “મારી માટી મારો દેશ” કાર્યક્રમને માટી સુધી પહોંચાડવા ખૂબ મોટો પ્રયત્ન કર્યો છે.

X

સુરત શહેર પોલીસ દ્વારા “મારી માટી મારો દેશ” અભિયાન અંતર્ગત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કબડ્ડી સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ “મારી માટી મારો દેશ” કોઈ રાજકીય કાર્યક્રમ નથી, પરંતુ ભારત દેશના તમામ નાગરિકમાં દેશભક્તિને ઉજાગર કારવાનું અભિયાન છે, તેવું નિવેદન આપ્યું હતું.

સુરત શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને યુવાનો સાથે મળી “મારી માટી મારો દેશ” અભિયાન અંતર્ગત માટી સાથે જોડાયેલી રમતોનું આયોજન થાય તે હેતુસર કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સહિત શહેરીજનો જોડાયા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સુરત પોલીસે “મારી માટી મારો દેશ” કાર્યક્રમને માટી સુધી પહોંચાડવા ખૂબ મોટો પ્રયત્ન કર્યો છે. આજના આધુનિક યુગમાં ખાસ કરીને તમામ લોકો પોત પોતાના ઘરોમાંથી જ એક વસ્તુ માટે મેસેજ કરતા હોય છે.

આજના બાળકો અને યુવાનો મોબાઈલ ટેકનોલોજી સાથે જોડાયેલી રમતોમાં વ્યસ્ત હોય છે, ત્યારે “મારી માટી મારો દેશ”ના સંદેશાને જન જન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય સુરત પોલીસ અને નાગરિકોએ કર્યું છે તે આવકાર દાયક છે. ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “મારી માટી મારો દેશ” કોઈ રાજકીય કાર્યક્રમ નથી, આ ભારત દેશના એક એક નાગરિકમાં દેશભક્તિને જગાવનાર કાર્યક્રમ છે. આપણે અલગ અલગ દિશાએ લોકો સુધી કઈ રીતે લઈ જવાય તે દિશામાં પ્રયાસ કરવો જોઈએ. જેમાં નાગરિકો અને સંસ્થાઓએ માટી સાથે જોડાયેલી અલગ અલગ રમતોનું આયોજન કરી “મારી માટી મારા દેશ”ના સંદેશાને આગળ વધારવા માટે આહ્વાન કર્યું હતું.

Next Story