સુરત: મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

વહેલી સવારે જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. પાલ, અડાજણ, રાંદેર, રિંગરોડ વેસુ વરાછા સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૂ થયો હતો.

New Update
સુરત: મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

કાપડ નગરી સુરતમાં આજરોજ સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે જનજીવન પર વ્યાપક અસર પહોંચી હતી

સુરત શહેરમાં વહેલી સવારે જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. પાલ, અડાજણ, રાંદેર, રિંગરોડ વેસુ વરાછા સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે વરસાદી માહોલ સર્જાયો છે. સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો ત્યારે સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. રેલવે ગરનાળુ તેમજ સરસ્વતી સ્કૂલ પાસે પાણી ભરાતા જનજીવનને વ્યાપક અસર પહોંચી હતી।ગરનાળામાં પાણી ભરાઈ જતા રીક્ષા બંધ પડી ગઈ હતી અને અનેક વાહન ચાલકોએ હલાકીનો સામનો કરવો પડ્યો હતો. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાય જતા વિદ્યાર્થીઓએ ઉપરાંત વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા

Latest Stories