સુરત : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાત્વના પાઠવી...

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

New Update
  • અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત

  • રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતીનું પણ ઘટનામાં મોત

  • મૃતકના પરિવારને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી સાત્વના

  • ડો. હિતેશ શાહે ઘણા વર્ષો સુધી લોકસેવા કરી : હર્ષ સંઘવી

  • મૃતકના પરિવારને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.

ગત તા. 12મી જૂન-2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેર અને જિલ્લામાં રહેતા 14 જેટલા લોકોમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના DNA મેચ થઇ ગયા બાદ રાંદેર ખાતે રહેતા મૃતક ડોક્ટર દંપતી ડો. હિતેશ શાહ અને પત્ની અમિતા શાહના મૃતદેહ સુરત લવાયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા ડોક્ટર દંપતીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતાત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીવન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ રાંદેર ખાતે મૃતક ડોક્ટર દંપતીના નિવાસ્થાને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતાજ્યાં શાહ પરિવારના સભ્યોને સાત્વના પાઠવવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કેસુરતમાં ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ડોક્ટર હિતેશ શાહએ ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં લોકોની સેવા કરી છે. તેઓ ખૂબ સારા સર્જન હતાઅને તે પોતાના ધર્મપત્ની સાથે અમદાવાદથી યુકે તેમની બહેનને મળવા જતા હતાઅને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે. આ દુખદ ઘટનામાં ભગવાન મૃતક ડોક્ટર દંપતીના પરિવારને શક્તિ આપે તેવી પણ હર્ષ સંઘવીએ પ્રાર્થના કરી હતી.

Read the Next Article

સુરત : પાંચ વર્ષ પહેલા ચોરાયેલી મોપેડના ઈ-મેમોથી પોલીસ કામગીરી પર ઉઠ્યા સવાલ,ચાર વર્ષમાં બે મેમો અને કોર્ટનું સમન્સ મળ્યું

કતારગામ વિસ્તારમાં દુકાન બહારથી એક મોપેડની ચોરી થઇ હતી,વર્ષ 2021માં ચોરી થયેલી મોપેડનો ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-મેમો મૂળ માલિકને મળી રહયા છે.

New Update
  • ટ્રાફિક અને શહેર પોલીસ વચ્ચે સંકલનનો અભાવ

  • કતારગામમાંથી સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો

  • પાંચ વર્ષ પહેલા ચોરાઈ હતી મોપેડ

  • ચોરાયેલી મોપેડના મૂળ માલિકને મળી રહ્યા છે મેમો

  • એકટીવાના ચાલક સાથેના બે વખત આવ્યા મેમો

  • પોલીસે કોઈ જ કાર્યવાહી કરી ન હોવાનો આક્ષેપ

સુરતમાં કતારગામ વિસ્તારમાં દુકાન બહારથી એક મોપેડની ચોરી થઇ હતી,વર્ષ 2021માં ચોરી થયેલી મોપેડનો ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-મેમો મૂળ માલિકને મળી રહયા છે. પરંતુ ચોરી થયેલી મોપેડ અને વાહન ચોર પોલીસથી પકડાતા નથી જે બાબતે પોલીસ કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.

સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.અમરોલી વિસ્તારમાં રહેતા નરેશ ધોળા નામના દોરા અને જરીના વેપારીની કતારગામ જીઆઇડીસી પાસે દુકાન આવેલી છે. 2021માં નવેમ્બર મહિનામાં તેમની દુકાન બહારથી મોપેડ ચોરી કરવામાં આવ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી. આ તમામ બાબતોને લઈને કતારગામ પોલીસમાં અરજી કરવામાં આવી હતી. અરજી કરવા છતાં પણ કતારગામ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી.

પોતાની મોપેડ ચોરી થઈ ગઈ હોવાથી ચિંતામાં હતા પણ મોપેડ મળી રહ્યું નહોતું. પોલીસ પણ કોઈ કાર્યવાહી કરી રહી ન હતી. દરમિયાન 2022માં સોસીયો સર્કલ પાસે ફોન પર વાત કરતા કરતા મોપેડ ચલાવતા જતા હોવાનો ટ્રાફિકનો મેમો ફટકારવામાં આવ્યો હતો. આ મેમો ભરવામાં ન આવતા 2023માં એપ્રિલ મહિનામાં કોર્ટનું સમન્સ આવ્યું હતું. ફોન પર વાત કરતા હોવાનો ટ્રાફિકનો મેમો ભરવા માટે કોર્ટમાં હાજર થવા સમન્સ હતું. મોપેડ ચોરાઈ ગયું હોવા છતાં પણ આ મેમો આવતા નરેશ ચોંકી ઉઠ્યા હતા. આ બાબતે કોર્ટ સહિતના ધક્કા ખાતા હતા.

2023માં કતારગામ પોલીસ સ્ટેશન ગયા હતા. જોકે ત્યારે પણ તેમની મોપેડ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધીને સમન્સને રદ કરાવી કાર્યવાહી કરવાથી હાથ ખંખેર્યા હતા. 2023થી લઈને 2025 સુધી નરેશને ચોરી થયેલું મોપેડ મળી જશે તેવી આશા હતી. જોકે 19 એપ્રિલના રોજ હેલ્મેટ ન પહેર્યું હોવાથી તેમની જ મોપેડનો મેમો ઘરે પહોંચ્યો હતો. આ મેમો જોઈને ફરી નરેશ ચોંકી ગયા હતા. ચાર વર્ષથી મોપેડ મળતું નથી અને કોર્ટનું સમન્સ અને બે મેમો ઘર પર પહોંચ્યા હતા.

નરેશ ધોળાએ જણાવ્યું હતું કેમારા હાથે લખેલી અરજી મેં કતારગામ પોલીસમાં આપી હતી અને મારી મોપેડ ચોરાઈ ગઈ હોવા અંગે કતારગામ પોલીસને જણાવ્યું હતું. જોકે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી અને કોર્ટના સમન્સ અને બે મેમા મને મળ્યા છે. મારી મોપેડ સિટીમાં જ ફરી રહી છે. પણ પોલીસ તેને પકડી શકતી નથી. લાપરવાહી તો છે જ મને તો એવું કહ્યું હતું કે તમારો ગાડીનો નંબર અમે ચડાવી દીધો છે અને 24 કલાકમાં મળી જશે. ચાર વર્ષ થઈ ગયા હજુ મારી ફરિયાદ લીધી નથી મારા હાથની લખેલી અરજી જ લીધી છે. હવે તો મારે ગાડી જ જોઈએ ગમે એમ કરીને મને મારી ગાડી અપાવો તેવી માંગ તેઓએ પોલીસ સમક્ષ કરી રહ્યા છે.