-
નવી સિવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો
-
માતા અને તેનો મિત્ર સારવાર હેઠળ રહેલા બાળકને લઇ ફરાર થયા
-
બાળકને સ્તનપાન કરાવવા બહાર લાવી બાળકને લઇ ફરાર થયા
-
જન્મથી જ બાળકની ગંભીર હાલત હતી
-
માતા ટ્રેનમાં બેસ્યા બાદ પરત ફરી
-
યુવક બાળકને લઈને થયો ફરાર
સુરત સિવિલ હોસ્પિટલના તબીબો જે બાળકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેને લઈને માતા અને તેનો મિત્ર ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા માતા મળી આવી હતી.જ્યારે તેનો મિત્ર બાળક લઈને ફરાર થઈ ગયો હતો.
સુરત સિવિલ હોસ્પિટલમાં ગત જાન્યુઆરી મહિનામાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.જન્મથી જ બાળકની ગંભીર હાલત હતી.જેથી તેમને ફરી સુરત સિવિલ હોસ્પિટલ બોલાવવામાં આવ્યા હતા,ત્યારે તેમનો પતિ અને અન્ય એક પરિચિત યુવક સાથે હતો.બાળકને સ્તનપાન કરાવવા માટે આઈ.સી.યુ.માંથી માતા પાસે બહાર લઈ જવામાં આવતું હતું.આ દરમિયાન છ દિવસની સારવાર બાદ મહિલા અને ત્યારબાદ યુવક બાળકને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાંથી ભાગી ગયા હતા. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી.
જોકે માતા અને તેનો મિત્ર ટ્રેનમાં બેસી ગયા હતા,પરંતુ માતાને પસ્તાવો થતા તે ટ્રેનમાંથી ઉતરી ગઈ હતી,પરંતુ તેનો મિત્ર બાળકને લઈને ફરાર થઈ ગયો હતો,ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.