મનપાના ફૂડ વિભાગની કાર્યવાહી
તહેવારોને ધ્યાનમાં રાખીને કાર્યવાહી
7 વિક્રેતાઓને ત્યાં આકસ્મિક ચેકીંગ
ફરાળી લોટ,મસાલાના લેવામાં આવ્યા નમૂના
કસુરવારો સામે થશે દંડાત્મક કાર્યવાહી
સુરત શહેરમાં ફરાળી લોટમાં ભેળસેળ થઈ રહી હોવાની આશંકાએ પાલિકાના ફૂડ વિભાગે ભાગળ, વરાછા, રાંદેર, અઠવા, કતારગામ, સહિતના વિસ્તારોમાં 7 વિક્રેતાઓને ત્યાં આકસ્મિત ચેકિંગ હાથ ધર્યું હતું.જેના કારણે ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ફરાળી લોટ સહિતની વસ્તુઓ તેમજ મસાલાના વિક્રેતાઓને ત્યાં આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું.મનપાની ફૂડ સેફટી ઓફિસરોની ટીમે ભાગળ, વરાછા, રાંદેર, અઠવા, કતારગામ, સહિતના વિસ્તારોમાં 7 વિક્રેતાઓને ત્યાં આકસ્મિત ચેકિંગ હાથ ધર્યું હતું.જુદી જુદી 7 સંસ્થાઓની સ્થળ તપાસ કરી હતી, જેમાં ફરાળી લોટ, મોરૈયો, સાબુદાણાના કુલ 18 નમૂના લઇને પૃથ્થકરણ માટે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ આગામી 4 દિવસમાં આવી જશે, ત્યાર બાદ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006ના નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મનપાના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના પગલે ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.