Connect Gujarat
સુરત 

સુરત : ગણેશ વિસર્જન માટે મનપાની તૈયારી, 8 ઝોનમાં 19 કુત્રિમ કુંડ તૈયાર કરાયા...

ગણેશ વિસર્જનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના 8 ઝોનમાં કુલ 19 જેટલા કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે.

X

ગણેશ વિસર્જનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના 8 ઝોનમાં કુલ 19 જેટલા કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 5 ફૂટની 60 હજારથી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે તેવી તૈયારી કરવામાં આવી છે.

દેશભરમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવવામાં આવે છે, જ્યારે સુરતમાં પણ 60 હજારથી વધુ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે આ પ્રતિમાનું વિસર્જન શહેરના 8 ઝોનમાં 19 જેટલા અલગ અલગ સ્થળે કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 5 ફૂટ સુધીની ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. આ સાથે જ 5 ફૂટથી વધુની ઊંચાઈ ધરાવતી પ્રતિમાનું વિસર્જન શહેરના ડુમસ બીચ અને હજીરા ખાતે કરવામાં આવશે. ઉપરાંત સલામતીના ભાગરૂપે શહેર પોલીસ સહિત મહાનગરપાલિકાના સિક્યુરિટી ગાર્ડ તૈનાત રહેશે.

ઉપરાંત મહાનગરપાલિકાના કર્મચારીઓ શ્રીજીભક્તો પાસેથી ગણેશજીની પ્રતિમા લઈ કુત્રિમ કુંડમાં વિસર્જન કરશે. અને ત્યારબાદ આ પ્રતિમાઓને સલામત રીતે ફરીથી હજીરા દરિયા ખાતે પૂર્ણ વિસર્જિત કરવામાં આવશે, ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં તૈયાર કરાયેલા કુત્રિમ કુંડની મનપા કમિશનરે મુલાકાત લીધી હતી.

Next Story