-
સલાબતપુરાના ઉમરવાડામાં કિન્નરની હત્યાનો મામલો
-
કિશન નામનો યુવક કિન્નરની હત્યા કરી થયો હતો ફરાર
-
બન્ને છેલ્લા 3 દિવસથી સાથે રહેતા હતા : સુરત પોલીસ
-
ઝઘડાના આવેશમાં આવી હત્યા કરી હોવાનું સામે આવ્યું
-
હત્યારાની ધરપકડ સાથે પોલીસની કાયદેસરની કાર્યવાહી
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારના ઉમરવાડામાં થયેલી કિન્નરની હત્યાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના સલાબતપુરા વિસ્તારના ઉમરવાડામાં રહેતા કિશન જેઠવા નામના વ્યક્તિ અને કિન્નર સંજના કુંવર વચ્ચે પ્રેમ સંબંધ હતો. વર્ષ 2016માં સોશિયલ મીડિયાના માધ્યમથી બન્ને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી બન્ને વચ્ચે અણબન ચાલતી હતી. તેવામાં કિશને તીક્ષ્ણ હથિયાર વડે કિન્નર સંજનાની કરપીણ હત્યા કરી નાખતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. એટલું જ નહીં, હત્યાને અંજામ આપી હત્યારો કિશન ફરાર થઇ ગયો હતો.
બનાવની જાણ થતાં જ DCP ભગીરથસિંહ ગઢવી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં કિન્નર સંજનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ફરાર આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા, ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા કિશન જેઠવાની ધરપકડ કરી હતી. મૃતક કિન્નર સાંજના કુંવર આરોપી કિશન જેઠવાનું ભરણ પોષણ પણ કરતી હતી.
જોકે, છેલ્લા 3 દિવસથી મૃતક સંજના કિશનને માનસિક રીતે હેરાન પરેશાન કર્યો હતો. સંજના કુંવરે પરત લઈ જવા માટે કિશનને દબાણ કર્યું હતું. જેમાં બન્ને વચ્ચે ઝગડો થયો હતો, ત્યારે કિશને સંજના કુંવરને કહ્યું હતું કે, “હું તારી સાથે કદી આવવાનો નથી, અને આજે તને જીવતો પણ રહેવા દેવાનો નથી.” એમ કહી રસોડામાંથી ચપ્પુ લાવી સંજનાને ઘા ઝીંકી તેની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, ત્યારે હાલ તો પોલીસે હત્યારા કિશન જેઠવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.