સુરતમાં ધાડ અને લુંટના અનેક ગુનાઓને અંજામ આપનારી મધ્યપ્રદેશની કુખ્યાત મુરૈના ગેંગના છ સાગરિતોને ઘાતક હથિયારો સાથે ઝડપી લેવાયાં છે...
સુરતમાં બે વર્ષ પહેલા દિવાળીના આગલા દિવસે વિધાતા જ્વેલર્સમાં થયેલી ધાડ અને વરાછામાં મની ટ્રાન્સફરની દુકાનના માલિકને મારમારી લુંટ કરનાર આરોપીઓને ઝડપી પાડવામાં DCBને મોટી સફળતા મળી છે.સુરત ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ એ જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બરના રોજ શહેરમાં કોમ્બિંગ નાઈટનુ આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન પોલીસની ટીમને આરોપીઓ અંગે બાતમી મળી હતી. જેના સંદર્ભમાં કાર્યવાહી કરી મોટા વરાછા ઉતરાણ બ્રિજ નીચેથી એક રિક્ષામાંથી 6 જેટલા શકાસ્પદ ઈસમો ને પકડી પાડવામાં આવ્યા હતાં. તેમની પાસેથી 2 તમંચા 1 પિસ્ટલ તેમજ 3 જીવતા કારતૂસ મળી આવતા પોલીસે તેમની આકરી પુછપરછ કરી હતી. આરોપીઓ મધ્યપ્રદેશની કુખ્યાત મુરેના ગેંગના સાગરિતો છે. વિધાતા જવેલર્સમાં ધાડ પાડતાં પહેલાં તેમણે દુકાનની રેકી કરી હતી. દિવાળીના આગલા દિવસે વિધાતા જ્વેલર્શના શો-રૂમમાં પિસ્ટલો સાથે ઘુસી શો-રૂમના માલીકને માર-મારી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયાની લૂંટ કરી સરખા હિસ્સે ભાગ પાડી મધ્યપ્રદેશ ના મુરેના ખાતે ભાગી ગયા હતાં.