/connect-gujarat/media/post_banners/a9011bc780b280cc413f8f26069e613ca7c8bc567e35fe10fb62c39c79c15777.jpg)
સુરતમાં મહિલા તબીબ દ્વારા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક ઈસમ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.મહિલા તબીબનો આક્ષેપ છે કે, આ ઇસમેં દોઢ વર્ષ પહેલા ડોક્ટરના ઘરે જઈને પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને ત્યારબાદ વિડીયો ઉતારી બ્લેકમેલ કરતો હતો.સુરતની મહિલા તબીબ દ્વારા ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બન્ને જિમમાં એકબીજાના પરિચયમાં આવ્યા હતા ત્યારબાદ ઋષિકેશ નામના ઇસમે મહિલા ડોક્ટર સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તે વખતે તેનો અંગત વિડિયો અને ફોટો મોબાઇલમાં ઉતારી લીધા હતા અને ત્યારબાદ ઋષિકેશ સોલંકી મહિલા તબીબને અવાર નવાર બ્લેકમેલ કરતો હતો.
એક વખત શારીરિક સંબંધ બાંધ્યા બાદ નવેમ્બર 2020માં ઋષિકેશ સોલંકી નામના ઇસમે મહિલા તબીબના બીભત્સ ફોટા અને વિડિયો પતિને બતાવી દેવાની ધમકી આપી ફરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ મહિલા તબીબે આ ઈસમથી કંટાળીને ઋષિકેશ સોલંકી સાથે સંબંધ કાપી નાખ્યા હતા પરંતુ ઋષિકેશ મહિલા તબીબના બાળકોને મારી નાખવાની એ ધમકી પણ આપતો હતો. આ ઉપરાંત મહિલા તબીબ ક્લિનિક પર આવતા જતા હતા ત્યારે તેમને ગાળ અને ધમકી પણ આપતો હતો
અંતે મહિલા તબીબે ઋષિકેશની આ પ્રકારની હરકતોથી કંટાળીને તેની સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ઋષિકેશની જહાંગીરપુરા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી