સુરત : બિસ્કીટ આપવાની લાલચે પડોશીએ 6 વર્ષીય બાળકીને પીંખી નાખી

સુરત શહેરમાં હેવાનિયતની હદ વટાવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાના જ દાદા-દાદી પાસે રમતી 6 વર્ષની માસુમ બાળકીને પાડોશી દ્વારા સૌપ્રથમ રમાડવામાં આવે છે

New Update

સુરતમાં 6 વર્ષની માસુમ બાળકીને પાડોશીએ બિસ્કીટની લાલચ આપી પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતુંત્યારે આ મામલે પોલીસે હવસખોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં હેવાનિયતની હદ વટાવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાના જ દાદા-દાદી પાસે રમતી 6 વર્ષની માસુમ બાળકીને પાડોશી દ્વારા સૌપ્રથમ રમાડવામાં આવે છેત્યારબાદ બિસ્કીટ આપવાનું કહી તેને પોતાની સાથે લઈ જાય છે. પાડોશી હોવાને નાતે દાદા-દાદી પણ ના કહી શકતા નથી. પાડોશી સુરેશ ગોસ્વામી બાળકીને પોતાના ઘરની અંદર લઈ ગયો હતોઅને કોઈને જાણ ન થાય તેવી રીતે અંદરથી રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો.

બાળકી સાથે જ્યારે નરાધમ સુરેશે દુષ્કર્મ આચર્યું ત્યારે બાળકી જોર જોરથી રોઈ અને બૂમાબૂમ કરતા પાડોશમાં રહેતી મહિલા બાળકીનો અવાજ સાંભળી સુરેશ ગોસ્વામીના ઘરનો દરવાજો ખખડાવે છે. સુરેશ જેવો જ દરવાજો ખોલે છેત્યારે બાળકી મહિલાની સામે જ લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી. આ દરમિયાન સુરેશ ગોસ્વામી ત્યાંથી ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. બાળકીના માતા-પિતાને જાણ કરાતા તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલમાં બાળકીને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતીજ્યાં તબીબોએ બાળકીનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. સમગ્ર ઘટનાના પગલે ડીંડોલી પોલીસ પણ તાત્કાલિક દોડી આવી તપાસ શરૂ કરી હતીત્યારે ગણતરીના કલાકોમાં જ પોલીસે હવસખોર સુરેશ ગોસ્વામીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

સુરત પોલીસને મળી બાતમી..! : તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાનું વેચાણ કરતાં મેડિકલ સ્ટોર્સમાં તપાસ...

દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છે, હાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે.

New Update
  • 'નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેઈનઅંતર્ગત પોલીસનું ચેકિંગ

  • પોલીસ દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં મેગા ડ્રાઈવ

  • નશીલી દવાનું વેચાણ થતું હોવાની પોલીસને માહિતી

  • શહેરના વિવિધ મેડિકલ સ્ટોર્સમાં પોલીસે તપાસ હાથ ધરી

  • તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના દવાના વેચાણ સામે કાર્યવાહી

'નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેઈનઅંતર્ગત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ 6 ઝોનમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક મેડિકલ સ્ટોર્સમાં સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાઓનું વેચાણ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી.

દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છેહાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે. યુવાપેઢીને ડ્રગ્સના પ્રભાવથી દૂર રાખવા માટે રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા'નો ડ્રગ્સ કેમ્પેઈનહાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ 6 ઝોનમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવમાં શહેર પોલીસ વિભાગનાDCP કક્ષાના અધિકારીઓ જોડાયા હતા.

 શહેરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ સ્ટોરના સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નાશીલી દવાઓનું વેચાણ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી. આ ઉપરાંત 200થી વધુમેડિકલ સ્ટોર્સમાં નશાયુક્ત દવાઓ શોધી કાઢવા મેગા ડ્રાઈવ હાથ ધરાય હતીત્યારે જે મેડિકલ સ્ટોરમાંથી નશાકારક દવા પકડાશે તો તેનું લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ વિભાગ દ્વારા જણાવાયું છે.