સુરત : ડામર અને કપચી નહીં, પણ હજીરા નજીક બનાવાયો સ્ટીલનો રોડ, જુઓ રોડની ખાસિયત..!

ભારત સરકાર દ્વારા સુરત શહેરના હજીરા વિસ્તારમાં ડામર કે, કપચી નહીં પણ સ્ટીલના રોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે

સુરત : ડામર અને કપચી નહીં, પણ હજીરા નજીક બનાવાયો સ્ટીલનો રોડ, જુઓ રોડની ખાસિયત..!
New Update

ભારત સરકાર દ્વારા સુરત શહેરના હજીરા વિસ્તારમાં ડામર કે, કપચી નહીં પણ સ્ટીલના રોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે દિલ્હીના CSRI વિભાગ દ્વારા સ્ટીલના રોડનું પરીક્ષણ કરવામાં આવ્યુ હતું.

આપણે જાણીએ છીએ તેમ, ચોમાસુ આવે એટલે ખખડધજ રસ્તાના કારણે ઠેર ઠેર પાણી ભરાય જાય છે. આવા રોડ-રસ્તાથી પ્રજા તો ત્રાહિમામ પોકારી ઉઠે છે. તો અનેક વાહનચાલકો પણ પરેશાન થાય છે, ત્યારે આવી સમસ્યાઓથી કાયમી છૂટકારો મળી જાય તે માટે ભારત સરકારે એક નવો જ રસ્તો શોધી કાઢ્યો છે. જેમાં હવે ભારત સરકારે કપચીની જગ્યાએ સ્ટીલનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. જેની શરૂઆત ગુજરાતની હીરાનગરી સુરતમાંથી થઈ છે. જીહા, દેશનો પ્રથમ સ્ટીલનો રોડ સુરતના ઔદ્યોગિક વિસ્તાર હજીરામાં ખાતે બનાવવામાં આવ્યો છે. CSRIની ગાઈડલાઈન મુજબ હજીરાના AMNS પ્લાન્ટ પ્રોસેસ્ડ ઇલેક્ટ્રિક આર્ક ફરનેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ રોડ 1.2 કિલોમીટર લાંબો છે, 6 લેન ડિવાઇડેડ કેરેજ વે રોડ છે. જોકે, હજીરા ઔદ્યોગિક વિસ્તાર છે, જેથી અહીં ભારે વાહનોની અવરજવર વધુ હોવાથી આ રોડ પર પરીક્ષણ કરવામાં આવ્યુ છે. આ રોડમાં 100 ટકા પ્રોસેસ સ્ટીલ એગ્રીગેટ અને 100 ટકા સબસ્ટિટ્યુટ નેચરલ એગ્રીગેટ વાપરવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે, આવનારા સમયમાં કે, ચોમાસા દરમ્યાન પણ હવે રોડ રસ્તા બિસ્માર નહીં થાય. આ પ્રોજેક્ટ ભારત સરકારના વેસ્ટ ટુ વેલ્થ અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શરૂ કરવામાં આવ્યો છે.

#CGNews #ConnectGujarat #BeyondJustNews #Delhi #Surat #construction #asphalt #testing #concrete #Hazira #GovernmentofIndia #Steel Road #CSRI #Section
Here are a few more articles:
Read the Next Article