/connect-gujarat/media/post_banners/b0fd46b2851317d8d7eae4dbec49792ecfc06a3048c8ad400ded55ff17f8a486.jpg)
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આનંદ એપાર્ટમેન્ટના ચોથા માળે રમતી બાળકી નીચે પટકાતા તેનું કરૂણ મોત નિપજયુ હતુ
કાપડનગરી સુરતમાં વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આનંદ એપાર્ટમેન્ટના ચોથા માળે એક બાળકી રમી રહી હતી. આ બાળકી રમતા રમતા નીચે પટકાય હતી જેના કારણે તેને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જોકે ફરજ પરના તબીબોએ બાળકીને મરુત જાહેર કરી હતી.દોઢ વર્ષની બાળકીના આ મોતના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યુ છે અને પરિવારમાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.