/connect-gujarat/media/post_banners/2d5e6e35b5c7498022d6d6b56fddbfd70c59a6b06eb38fc2f90e3810f17f9757.jpg)
સરકારી પરીક્ષા હોય કે, યુનિવર્સિટીની પરીક્ષા, ત્યારે રાજ્યમાં પરીક્ષા લેવાના પહેલા જ પેપર ફૂટવાની ઘટના સતત સામે આવી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેવામાં દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીનું બીકોમ સેમ-6નું ઇકોનોમિક્સનું પેપર પરીક્ષા પહેલા જ ફૂટી જતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલ બીકોમ સહિતની વિવિધ પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે બીકોમ સેમ-6નું ઇકોનોમિક્સનું છેલ્લું પેપર હતું.
જોકે, વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા પરીક્ષાના 30 મિનિટ બાદ ચાલુ પરીક્ષાએ અચાનક પેપર રદ્દ થઇ જતાં વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યા હતા. VNSGUના સેનેટ સભ્ય ભાવેશ રબારીએ જણાવ્યું હતું કે, એક દિવસ પહેલા જ આ પેપર ફૂટયું છે, અને ખાનગી ક્લાસીસમાંથી પેપર ફૂટી રહ્યા છે. આ અંગે યુનિવર્સિટીનું ધ્યાન દોર્યું હતું. પરંતુ કોઈપણ પગલા લેવામાં આવ્યા નથી, ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે સેનેટ સભ્ય સહિતના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.