Connect Gujarat
સુરત 

સુરત:MSME અને બેંકિંગ કોન્કલેવનું આયોજન,સરકારની વિવિધ યોજનાની આપવામાં આવી માહિતી

સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા એમએસએમઇ એન્ડ બેન્કીંગ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું

X

સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા એમએસએમઇ એન્ડ બેન્કીંગ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું

સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર– સુરતના સંયુકત ઉપક્રમે સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે એમએસએમઇ એન્ડ બેન્કીંગ કોન્કલેવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. એમએસએમઇ સેકટર છેલ્લા પાંચ વર્ષમાં વાયબ્રન્ટ સેકટર તરીકે ઉભરી રહયું છે. એ માત્ર રોજગારીની તકો જ નથી પૂરું પાડતું, પરંતુ ઓછા કેપિટલ કોસ્ટે ઇન્ડસ્ટ્રીનો વિકાસ વધુ સાધી શકે છે. ગ્રામીણ અને પછાત વિસ્તારમાં પણ ઇન્ડસ્ટ્રી ઉભી કરવા માટે પણ એમએસએમઇ મદદરૂપ થાય છે. ભારતની જીડીપીમાં આશરે ૩૦% જેટલો હિસ્સો એમએસએમઇ ધરાવે છે અને દેશમાં આશરે ૬પ લાખથી વધુ અને ગુજરાતમાં પણ આશરે ૪ લાખથી વધુ એમએસએમઇ કાર્યરત છે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે એમએસએમઇ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો, વેપારીઓ તથા ઉદ્યોગ સાહસિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ એમએસએમઇ પ્રોત્સાહનો અને સબસિડી વિષે તથા વિવિધ બેન્કો તરફથી મળતી વિશેષ લોનની માહિતી એકજ પ્લેટફોર્મ પરથી મળી રહે તે હેતુથી આજની આ કોન્કલેવ યોજાઇ હતી.

Next Story