સુરત : પોલીસ શહીદ સંભારણા દિવસ નિમિત્તે પરેડ યોજાઇ,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વીર જવાનોને પાઠવી શ્રદ્ધાંજલિ

સુરતના અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહીદ સંભારણા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

New Update
  • 21 ઓક્ટોબર પોલીસ શહીદ સંભારણા દિવસ

  • અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આયોજન

  • પોલીસ કમિશનર દ્વારા કાર્યક્રમનું આયોજન 

  • પોલીસ શહીદ સંભારણા દિવસનું આયોજન

  • નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ રહ્યા ઉપસ્થિત

સુરતના અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહીદ સંભારણા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

પોલીસ શહીદ દિવસ નિમિત્તે સુરતના અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહીદ સંભારણા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શહીદોના અપ્રતિમ પરાક્રમને નમન કરવા માટે સુરત પોલીસ તંત્ર દ્વારા એક વિશેષ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતુંજેમાં દેશ માટે બલિદાન આપનાર શહીદોને સલામી આપી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.

આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 'આ દિવસ દેશની સુરક્ષાશાંતિ અને કાયદા માટે પોતાની શહાદત અને પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને યાદ કરવાનો દિવસ છે.દેશ હંમેશા તેમનો ઋણી રહેશે. અમે શહીદ જવાનો અને તેમના પરિવારને વંદન કરીએ છીએ.'

સુરત પોલીસ દ્વારા આયોજિત આ શહીદ સંભારણા પરેડમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને શહીદોના બલિદાનને યાદ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.

Latest Stories