સુરત: તક્ષશિલા અગ્નિકાંડના અસરગ્રસ્ત વાલીઓએ રાજકારણથી દૂર રહેવાના આપ્યા સંકેત

સુરતમાં સર્જાયેલા દર્દનાક તક્ષશિલા અગ્નિકાંડમાં નિર્દોષ બાળકોના જીવ હોમાય ગયા હતા,પોતાના વ્હાલસોયાને ગુમાવનાર પરિવારજનો યોગ્ય ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે,

New Update

સુરતમાં સર્જાયેલા દર્દનાક તક્ષશિલા અગ્નિકાંડમાં નિર્દોષ બાળકોના જીવ હોમાય ગયા હતા,પોતાના વ્હાલસોયાને ગુમાવનાર પરિવારજનો યોગ્ય ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે,

જોકે રાજકીય પક્ષોએ પણ તેઓને સાંત્વના પાઠવી હતી,પરંતુ વાલીઓએ રાજકારણથી દુરી બનાવીને રહેવું સલામત માણ્યું છે,અને રાહુલ ગાંધીની ન્યાયયાત્રામાં પણ જોડાવાની સ્પષ્ટ ના કહી દીધું છે.
સુરતના તક્ષશિલા અગ્નિકાંડના માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં તેના તણખા ઉડ્યા હતા.જોકે ઘટનામાં ન્યાયની રાહ જોઈ રહેલા અસરગ્રસ્ત વાલીઓએ એક નિવેદન આપ્યું હતું,જેમાં ડે ટુ ડે કોર્ટમાં કેસ ચલાવવા માટે માંગ કરી હતી,અને રાજકીય પાર્ટીઓ  સાથે તેઓને કોઈ જ લેવા દેવા નથી તેમજ તેમની આ લડતમાં તેઓ કોઈ જ રાજકારણ લાવવા માંગતા નથી તેવું સ્પષ્ટ જણાવ્યું હતું.પરંતુ રાજકારણીઓ કોર્ટ કેસમાં મદદરૂપ થાય તેવી અપીલ તેઓએ કરી હતી.વધુમાં રાહુલ ગાંધી દ્વારા શરુ કરવામાં આવેલી ન્યાય યાત્રામાં પણ વાલીઓ જોડાવાની ના પડી દીધી હતી.  
Latest Stories