Connect Gujarat
સુરત 

સુરત : ભારે વરસાદના કારણે જહાંગીરપુરા બ્રિજનો ભાગ બેસી ગયો, કીમની દુકાનોમાં પણ ઘુસ્યાં પાણી

છેલ્લા 3 દિવસથી સુરત શહેર તથા જીલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદના કારણે સુરતના જહાંગીરપુરા બ્રિજનો ભાગ બેસી જતાં અનેક વાહનચાલકો અટવાયા હતા.

X

છેલ્લા 3 દિવસથી સુરત શહેર તથા જીલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદના કારણે સુરતના જહાંગીરપુરા બ્રિજનો ભાગ બેસી જતાં અનેક વાહનચાલકો અટવાયા હતા. તો બીજી તરફ કીમના બજારોમાં ઘૂંટણ સમા પાણી ફરી વળતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખાડીઓના લેવલ પણ વધ્યા છે. તો બીજી તરફ સુરતના જહાંગીરપુરા બ્રિજનો ભાગ બેસી જતાં અનેક વાહનચાલકો અટવાયા હતા. જોકે, ભારે વરસાદના કારણે આ બ્રિજ વર્ષો જૂનો હોવાથી ક્ષમતા નબળી પડતા બેસી ગયો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આ બ્રિજને અગાઉ 2 વખત રીપેર પણ કરવામાં આવ્યો હતો. તેમ છતાં આજે ફરી એકવાર બ્રિજ બેસી જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

તો બીજી તરફ, સુરતના ગ્રામ્ય વિસ્તાર એવા કીમ ખાતે પણ વરસાદે તારાજી સર્જી હોવાનું સામે આવ્યું છે. કીમના પૂર્વ વિસ્તારમાં આવેલ 50થી વધુ દુકાનમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ઘૂંટણ સામા વરસાદી પાણી ભરતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જોકે, પ્રિ-મોન્સૂનની યોગ્ય કામગીરીના અભાવે આ સમસ્યા સર્જાય હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.

Next Story