Connect Gujarat
સુરત 

સુરત : બુટ કે ચંપલ રીપેર કરાવવા લોકો જાય છે "હોસ્પિટલ"માં, મોચી કરે છે સારવાર...

તમને જખમી બુટની હોસ્પિટલ... નામ સાંભળીને નવાઇ લાગશે. પણ આ હકીકત છે. સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી બુટ-ચપ્પલ રીપેરીંગનું કામ કરતા રામદાસભાઈએ પોતાની ઓપન દુકાનનું નામ રાખ્યું છે

X

તમને જખમી બુટની હોસ્પિટલ... નામ સાંભળીને નવાઇ લાગશે. પણ આ હકીકત છે. સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી બુટ-ચપ્પલ રીપેરીંગનું કામ કરતા રામદાસભાઈએ પોતાની ઓપન દુકાનનું નામ રાખ્યું છે, જખમી બુટની હોસ્પિટલ. જ્યાં ૩૦૦ રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીના મોંઘા બુટ-ચપ્પલને રીપેર કરી નવા બનાવાય છે. જોકે, જખમી બુટની હોસ્પિટલ નામ રાખવાથી રામદાસભાઈ હાલ તો સોશિયલ મીડિયામાં ખૂબ પ્રચલિત થયા છે.

સુરત શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલ અંબિકાનિકેતન મંદિર ઉમરીગર શાળા નજીક જખમી બુટની હોસ્પિટલ સોશિયલ મીડિયામાં હાલ ચર્ચાનો વિષય બની છે. આ જખમી બુટની હોસ્પિટલમાં લોકો પોતાના બુટ-ચપ્પલ અને બેગ સહિતની સામગ્રીની સારવાર કરવા આવે છે. જીહા, બુટ-ચપ્પલની દુકાનનું નામ સાંભળીને તમને નવાઈ લાગતી હશે કે, આવું કેવું નામ રાખ્યું, ત્યારે આ નામને લઈને બુટ-ચપ્પલની દુકાન ચલાવનાર રામદાસભાઈ જણાવ્યું હતું કે, જેવી રીતે લોકોને કંઈ તકલીફ થતી હોય છે અને તેઓ સારવાર માટે હોસ્પિટલ જાય છે, ત્યારે આવી જ રીતે મારી બુટ-ચપ્પલની દુકાનનું નામ મેં જખમી બુટની હોસ્પિટલ રાખ્યું છે, જ્યારે લોકોના બુટ-ચપ્પલ ખરાબ થઈ જતા હોય છે, ત્યારે તેઓ મારી જખમી બુટની હોસ્પિટલમાં બુટ-ચપ્પલની સારવાર કરાવવા માટે આવે છે. આ બુટ-ચપ્પલ એકદમ નવાની જેમ રીપેર કરી આપતા લોકોને પણ ઘણો સંતોષ થાય છે.

જોકે, બુટ-ચપ્પલ રિપેર કરાવવા માટે આવનાર ગ્રાહકોએ જણાવ્યું હતું કે, અમે ઘણી બધી હોસ્પિટલનું નામ સાંભળ્યું છે. પરંતુ બુટ-ચપ્પલને રીપેર કરવાની જખમી બુટની હોસ્પિટલનું નામ સાંભળી એકદમ નવાઈ લાગે છે. અમે વર્ષોથી અહીં બુટ-ચપ્પલ રીપેરીંગ માટે આવીએ છીએ. અમારા મોંઘા મોંઘા બુટ-ચપ્પલ ખરાબ થઈ જાય, ત્યારે બુટ ચપ્પલ રીપેર કરનાર રામદાસભાઈ એકદમ નવા કરીને આપે છે, ત્યારે અહી 300 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીના મોંઘા બુટ-ચપ્પલને સારી રીતે રિપેર કરી આપવામાં આવે છે.

Next Story