-
આરોપીઓનું સરઘસ પોલીસ માટે બન્યું વિવાદનું કારણ
-
માનવ અધિકાર પંચમાં પિટિશન કરાઈ દાખલ
-
એડવોકેટ દ્વારા પોલીસની કાર્યવાહીને પડકારવામાં આવી
-
પોલીસ કમિશનર 30 દિવસમાં રજૂ કરશે જવાબ
-
આરોપીનું સરઘસ કાઢવા કાયદાથી વિરુદ્ધની કાર્યવાહી
સુરત પોલીસ દ્વારા ગુનાહિત કૃત્યમાં ધરપકડ કર્યા બાદ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે છે,જે ઘટના સામે હ્યુમન રાઈટ કમિશનના એડવોકેટ આર.બી.મેંદપરા દ્વારા માનવ અધિકાર પંચમાં પિટિશન દાખલ કરવામાં આવી છે.અને પોલીસને કાયદાની આંટીમાં લીધી છે.
સુરતમાં પોલીસ તંત્ર દ્વારા ગુન્હાહિત કૃત્ય આચરતા આરોપીઓનો જાહેરમાં સરઘસ (વરઘોડો) કાઢવામાં આવે છે,અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવે છે,પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવતી સરઘસની કાર્યવાહી કેટલી યોગ્ય છે,તે અંગે પ્રશ્ન ઉઠવા પામ્યો છે,અને હ્યુમન રાઈટ કમિશનના એડવોકેટ આર.બી.મેંદપરા દ્વારા માનવ અધિકાર પંચમાં પોલીસની આરોપી સામે કરવામાં આવતી સરઘસની કામગીરી કેટલી યોગ્ય છે,તે અંગે પિટિશન દાખલ કરવામાં આવી છે.અને માનવ અધિકાર પંચ દ્વારા સુરત પોલીસ કમિશનર પાસે આ અંગેનો 30 દિવસમાં જવાબ પણ માંગવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આરોપીઓનો વરઘોડો તો નીકળશે જ એવું નિવેદન આપ્યું હતું,જે હવે ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે.
જ્યારે પોલીસ દ્વારા આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવે છે,જેનો ઉલ્લેખ કાયદામાં છે,પરંતુ પોલીસ દ્વારા આરોપીની ઓળખ છતી થાય એ મુજબ કામગીરી કરવામાં આવે છે અને મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવે છે,જે બાબત પણ અયોગ્ય હોવાનું એડવોકેટ જણાવી રહ્યા છે.
માનવ અધિકાર પંચમાં પિટિશન દાખલ કરનાર એડવોકેટ આર.બી.મેંદપરાએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવાની કામગીરી તદ્દન ગેરકાયદેસર છે,અને કાયદામાં ક્યાંય પણ આરોપીના વરઘોડા કાઢવાનો ઉલ્લેખ ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે.