-
પીએમ મોદીએ દિવ્યાંગ ચિત્રકારની કળાને બિરદાવી હતી
-
ચિત્રકારે બંને હાથ ન હોવા છતાં પરિશ્રમનું આપ્યું ઉત્તમ ઉદાહરણ
-
અયોધ્યા રામ મંદિર સાથે પીએમની તસવીર બનાવી હતી
-
ભાજપ કાર્યાલય દ્વારા દિવ્યાંગ ચિત્રકારનું કરાયું સન્માન
-
ચિત્રકારને રૂપિયા 1 લાખની આર્થિક સહાય કરાઈ અર્પણ
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન એક દિવ્યાંગ ચિત્રકારે ભવ્ય અયોધ્યા પર પીએમની તસવીર બનાવી હતી,અને પીએમ મોદીએ ચિત્રકારની મુલાકાત પણ કરી હતી,ત્યારે ભાજપ દ્વારા દિવ્યાંગ ચિત્રકારનું સન્માન કરીને રૂપિયા 1 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
સુરતના લીંબાયતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો,આ કાર્યક્રમ દરમિયાન જ્યારે પીએમ મોદીનો કાફલો આવી રહ્યો હતો ત્યારે એક પેઇન્ટિંગ લઈને ઉભેલા યુવક પર પીએમ મોદીની નજર પડી હતી,અને તેઓએ કાફલો થોભાવીને દિવ્યાંગ ચિત્રકાર મનોજ ભીંગારેને મળ્યા હતા,મનોજને બંને હાથ નથી તેમ છતાં અથાગ પરિશ્રમથી તેને અયોધ્યા રામ મંદિર સાથેની પીએમ મોદીની તસવીર બનાવી હતી,તસવીર પર પીએમ મોદીએ હસ્તાક્ષર કરીને મનોજની કળાને બિરદાવી હતી.દિવ્યાંગ તસવીરકાર મનોજને પીએમ મોદીના આશીર્વાદ ફળ્યા હતા,અને સુરત ભાજપ કાર્યાલય દ્વારા મનોજ ભીંગારેનું સન્માન કરીને રૂપિયા 1 લાખની આર્થિક સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મનોજે આ પ્રસંગે પીએમ મોદીની પ્રશંસા કરીને ભાજપની મદદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.