સુરત : પુણામાં એમ્બ્રોડરી ખાતામાં ફાયરિંગ કરીને લૂંટને અંજામ આપનાર એક આરોપીની ધરપકડ કરતી પોલીસ

એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ કરીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો,જે બનાવમાં પોલીસે એક આરોપીની હરિયાણાથી ધરપકડ કરી જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર

New Update
  • એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ અને લૂંટનો મામલો

  • કારખાનામાં કામ કરતા પૂર્વ કારીગરે જ રચ્યું કાવતરૂં

  • ફાયરિંગ કરીને ઘટનાને આપ્યો હતો અંજામ

  • કારીગરોના મોબાઈલ અને રોકડની ચલાવી હતી લૂંટ

  • પોલીસે એક આરોપીની ગુરુગ્રામથી કરી ધરપકડ 

સુરતના પુણામાં આવેલ એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ કરીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો,જે બનાવમાં પોલીસે એક આરોપીની હરિયાણાથી ધરપકડ કરી હતી.જ્યારે મુખ્ય આરોપી હજી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના પુણા ગામમાં 5મી જૂને સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગ અને લૂંટની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનામાં પૂર્વ કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ અને તેના બે સાગરીતોએ ફેક્ટરીના માલિક મદનસિંહ ભાટી અને કારીગરોને નિશાન બનાવ્યા હતા. દારૂ પીવાની આદત અને વારંવારના ઝઘડાને કારણે માલિક દ્વારા નોકરીમાંથી કાઢી મુકાયેલા દિલીપસિંહે આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. શેઠને ડરાવવા અને કારીગરોને નોકરી ન કરવા દેવા પૂર્વ કારીગરનો ફાયરિંગલૂંટ અને તોડફોડની ઘટનાને અંજામ આપ્યો હતો.

આરોપી દિલીપસિંહ તેના બે સાગરીતો સાથે ફેક્ટરીમાં ધસી આવ્યો હતો.તેણે પિસ્તોલ વડે ફાયરિંગ કરીને કારીગરોમાં ભયનો માહોલ ફેલાવી દીધો હતો. અને તેણે કારીગરોના ફોન અને રોકડની લૂંટ કરી હતી અને ફેક્ટરીમાં તોડફોડ પણ કરી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ દિલીપસિંહ અને તેના સાગરીતો ત્યાંથી નાસી છૂટ્યા હતા.લૂંટારૂઓએ કારીગરોના બે મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 10 હજારની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.

આ ઘટનામાં પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી હતી.ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કેઆ ઘટનામાં દિલીપસિંહ સાથે સચિન ધરમપાલ જાંગડા નામનો એક શખ્સ પણ સામેલ હતોજે મૂળ હરિયાણાનો વતની છે અને હાલ રાજસ્થાનના સવાઈ માધવપુરમાં નોકરી કરતો હતો.

ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સચિનને પકડવા સવાઈ માધવપુર પહોંચી હતીપરંતુ તે ત્યાંથી મળ્યો ન હતો. જોકેબાતમીના આધારે દિલ્હી-ગુરુગ્રામથી આરોપી સચિનની ધરપકડ કરવામાં આવી હતી.અને  પોલીસે 41 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથધરી છે. આ ઘટનામાં હજી પણ મુખ્ય આરોપી દિલીપસિંહ ફરાર છે,તેની ધરપકડ માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

Read the Next Article

સુરત : ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં ફાટી નીકળેલી આગને બુઝાવતી વેળા વધુ એક બ્લાસ્ટ, 2 ફાયરના જવાનો ઘાયલ

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલી સીતાનગર ચોકડી પાસે વિક્રમનગર સોસાયટી આવેલી છે, જ્યાં 3 માળનું એક મકાન આવેલું છે.

New Update
  • પુણા વિસ્તારના એક મકાનના ત્રીજા માળે આગ લાગી

  • ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થઈ આગ ફાટી નીકળતા દોડધામ

  • ઘટના સ્થળે દોડી આવેલા ફાયરના જવાનોને પણ ઇજા

  • આગ બુઝાવવાની કામગીરી દરમ્યાન સિલિન્ડર બ્લાસ્ટ

  • ગંભીર રીતે ઇજાગ્રસ્ત ફાયરના 2 જવાનો સારવાર હેઠળ

સુરત શહેરના પુણા વિસ્તારમાં એક મકાનના ત્રીજા માળે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે ઘટના સ્થળે દોડી આવેલા ફાયરના જવાનો આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા હતાતે દરમિયાન અન્ય સિલિન્ડર બ્લાસ્ટ થતાં ફાયર વિભાગના 2 જવાનોને ગંભીર ઈજા પહોચી હતી.

મળતી માહિતી અનુસારસુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલી સીતાનગર ચોકડી પાસે વિક્રમનગર સોસાયટી આવેલી છેજ્યાં 3 માળનું એક મકાન આવેલું છે. જેમાં ત્રીજા માળે કેટલાક રૂમ કામદારોને ભાડે આપવા માટે બનાવવામાં આવ્યા છે. જેમાં એમ્બ્રોડરીના ખાતા અને હીરામાં કામ કરતા કામદારો રહે છેત્યારે સવારના સમયે કામ અર્થે જવા માટે રૂમમાં રહેલા કારીગર ઉઠ્યા હતાઅને રસોઈ બનાવવાની કામગીરી શરૂઆત કરે તે પહેલા જ ગેસ સિલિન્ડર લીકેજ હોવાથી આગ ફાટી નીકળી હતી. જોકેરૂમમાં રહેલા તમામ કામદારો બહાર નીકળી ગયા હતા.

બનાવના પગલે પુણાકાપોદ્રા અને ડુંભાલ ફાયર સ્ટેશનની 6 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ ત્રીજા માળે ફાયરના જવાનો પહોંચ્યા હતા. આ દરમિયાન ગેસ સિલિન્ડર સળગી રહ્યો હતો. આ સમયે અચાનક જ અન્ય એક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. જેના પગલે આગ બુઝાવવાની કામગીરી કરવા પહોંચેલા ફાયરના 2 જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત જવાનોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ફાયરના જવાનોએ સિલિન્ડર બ્લાસ્ટથી લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી.