સુરત : ફ્લોરલ હોસ્પિટલમાં તબીબ સાથે મારામારી કરનાર વધુ એક શખ્સની પોલીસે કરી ધરપકડ...

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ હોસ્પિટલના તબીબ સામે છેડતીના આરોપસર મારામારી કરનાર વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • કાપોદ્રા વિસ્તારની ફ્લોરલ હોસ્પિટલની ચકચારી ઘટના

  • તબીબે યુવતીની છેડતી કરી હોવાનો પરિવારનો આક્ષેપ

  • છેડતી કરનાર તબીબ સાથે પરિવારજનોએ મારામારી કરી

  • સમગ્ર મારામારીની ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થયા

  • મારમારી કરનાર વધુ એક આરોપીની પોલીસે કરી ધરપકડ

Advertisment

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ હોસ્પિટલના તબીબ સામે છેડતીના આરોપસર મારામારી કરનાર વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારગત તા. 29 જાન્યુઆરી-2025ના રોજ સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ફ્લોરલ હોસ્પિટલના તબીબે યુવતીની છેડતી કરી હોવાનો આક્ષેપ ઉઠ્યો હતો. જે મામલે યુવતીના પરિજનો અને મિત્રોએ હોસ્પિટલમાં પ્રવેશ કરી તબીબને માર માર્યો હતો. જોકેમારામારીની ઘટનાના CCTV ફૂટેજ પણ વાયરલ થયા હતા. આ ઘટનામાં તબીબને ઇજા પહોચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતાજ્યારે ગાયનેકોલોજિસ્ટ પ્રતીક માવાણી વિરુદ્ધ પરિજનોએ છેડતીનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ પોલીસે સામસામે ગુન્હો નોંધી મારમારી કરનાર એક આરોપીની ધરપકડ કરી હતીજ્યારે હવે પોલીસે તબીબ પર હુમલોખંડણીમારામારીની ઘટનામાં વધુ એક આરોપી મોહિત ઘાસક્ટાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Latest Stories