સુરત : બાઇક સવાર ગર્ભવતી પત્ની, બાળક અને પતિને ફંગોળનાર કાર ચાલકની પોલીસે કરી ધરપકડ...

સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં બાઇક સવાર ગર્ભવતી પત્ની, બાળક અને પતિને ફંગોળનાર કાર ચાલકની પોલીસે CCTV ફૂટેજના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • લાલ દરવાજા વિસ્તારમાં સર્જાયો હતો અકસ્માત

  • બાઇકસવાર પરિવારને કારચાલકે મારી હતી ટક્કર

  • ગર્ભવતી પત્ની અને બાળક પહોચી હતી ઇજાઓ

  • અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

  • કાર ચાલકની ધરપકડ સાથે પોલીસની કાર્યવાહી

સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં બાઇક સવાર ગર્ભવતી પત્નીબાળક અને પતિને ફંગોળનાર કાર ચાલકની પોલીસે CCTV ફૂટેજના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના લાલ દરવાજા વિસ્તાર 10 દિવસ અગાઉ રાત્રિના 8:15 વાગ્યાના અરસામાં હિટ એન્ડ રનની ઘટના સર્જાય હતી. જેમાં બાઇક સવાર એક પરિવારને કાર ચાલકે અડફેટમાં લઈ નાસી છૂટ્યો હતો. બાઈક ઉપર પતિ-પત્ની અને બાળકી સવાર હતા. પત્ની ગર્ભવતી હતીઅને કાર ચાલકે પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં પત્ની અને બાળકને ગંભીર ઇજા પહોચી હતીજ્યારે પતિને સામાન્ય ઇજા થઈ હતી. આ અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. જોકે10 દિવસ બાદ મહિધરપુરા પોલીસે CCTV ફૂટેજના આધારે કારચાલક વરસાદ દિનેશકુમાર શાહની ધરપકડ કરી છે. જોકેસુરત શહેર CCTVથી સજ્જ હોવા છતાં આરોપીને પકડવામાં પોલીસને 10 દિવસ લાગ્યા હતા. જેના કારણે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે.

Latest Stories