સુરત : પાટીદાર મહિલાને આપઘાત કરવા માટે મજબુર કરનાર પતિ સહિત પાંચની ધરપકડ કરતી પોલીસ

સુરતના વરાછામાં પારિવારિક કંકાસ અને સાસરિયા પક્ષના માનસિક-શારીરિક ત્રાસથી 44 વર્ષીય સીમાબેન સુનીલભાઈ વાઘાણીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લીધું હતું

New Update
  • પાટીદાર પરિણીતા આપઘાત મામલો

  • ઘર કંકાસમાં મહિલાએ ભર્યું અંતિમ પગલું

  • પરિવારજનોએ સાસરી પક્ષ પર કર્યા હતા આક્ષેપ

  • પોલીસે  દુષ્પ્રેરણાની ફરિયાદ કરી હતી દર્જ

  • પતિ,સાસુ,સસરા,નણંદ અને મિત્રની ધરપકડ  

સુરતના વરાછામાં 44 વર્ષીય પાટીદાર સમાજની પરિણીતાના આપઘાતની ઘટનામાં પોલીસે દુષ્પ્રેરણા અંગેની ફરિયાદ દર્જ કરી હતી,અને મહિલાના પતિ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરત શહેરના વરાછા વિસ્તારમાં પારિવારિક કંકાસ અને સાસરિયા પક્ષના માનસિક-શારીરિક ત્રાસથી 44 વર્ષીય સીમાબેન સુનીલભાઈ વાઘાણીએ ગત રવિવારે 1 ફેબ્રુઆરી પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ તેમને તાત્કાલિક સારવાર માટે વિનસ હોસ્પિટલ અને ત્યાર બાદ સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાજોકે ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું.આ ઘટનામાં મહિલાના નિધનના પગલે તેમના પિયર પક્ષના પરિવારજનોએ સાસરી પક્ષ પર ગંભીર આરોપ લગાવ્યો હતો,અને ઘર કંકાસમાં સીમાબેને અંતિમ પગલું ભર્યું હોવાના આક્ષેપ કરીને ન્યાયની માંગ કરી હતી.

પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ દર્જ કરીને પતિ સુનિલ વાઘાણીસસરા મોહન વાઘાણીસાસુ ગૌરી વાઘાણીનણંદ સંગીતાબેન અને પતિના મિત્ર કમલેશ ધોરાજીયાની ધરપકડ કરી હતી.અને વધુ તપાસ શરૂ કરી હતી.

Latest Stories