સુરત : રેસ્ટોરન્ટ સંચાલકના આપઘાતના મામલામાં પોલીસે હનીટ્રેપમાં ફસાવનાર બે મહિલા સહિત ચાર આરોપીની કરી ધરપકડ

પોલીસે આરોપીઓ સામે આપઘાત માટે દુષ્પ્રેરણા અને બ્લેકમેલિંગનો ગુન્હો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.તેમજ વરાછા પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું

New Update
  • હનીટ્રેપમાં ફસાયેલા વેપારીનો આપઘાતનો મામલો

  • રેસ્ટોરન્ટ માલિકે તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો

  • વેપારીએ અંતિમ વીડિયો બનાવીને જીવનલીલા સંકેલી હતી

  • વરાછા પોલીસ બે મહિલા સહિત ચાર આરોપીઓની કરી ધરપકડ

  • આરોપીઓ બ્લેકમેલ કરીને કરતા હતા રૂપિયાની માંગણી

 સુરતના વરાછામાં રેસ્ટોરન્ટના માલિક યોગેશ જાવીયાને એક મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા,જેમાં યોગેશ અને મહિલા ભાગી પણ ગયા હતા,જોકે મહિલા દ્વારા યોગેશ જાવીયા પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી,અને મહિલાએ પતિ જેઠ અને જેઠાણી સાથે મળીને યોગેશ જાવીયાને હનીટ્રેપમાં ફસાવ્યા હતા.

જેના આઘાતમાં એક અંતિમ વિડીયો બનાવીને યોગેશ જાવીયાએ તાપી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો,જે ઘટનામાં પોલીસે આરોપી ભરત ઉર્ફે ભોડી કાનજીભાઈ ઝાલા તેની પત્ની નયના ભરત ઝાલાહનુ કાનજીભાઈ ઝાલા અને નયના હનુ ઝાલાની ધરપકડ કરી છે.

પોલીસે આરોપીઓ સામે આપઘાત માટે દુષ્પ્રેરણા અને બ્લેકમેલિંગનો ગુન્હો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.તેમજ વરાછા પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું હતું,અને આરોપીઓએ અગાઉ કોઈ અન્ય લોકોને પણ આ રીતે બ્લેકમેલ કર્યા છે કે નહીં તે અંગેની તપાસ પણ પોલીસ કરી રહી છે.

Latest Stories