સુરત: એક જ ચાવીથી બાઈક ચોરીને અંજામ આપતા રીઢા ચોરની પોલીસે 15 વાહનો સાથે કરી ધરપકડ

સુરત ,વલસાડ,તાપી અને મહારાષ્ટ્રમાં બાઈક ચોરીને અંજામ આપતા 25 વર્ષીય દિપક ઉર્ફે અર્જુન રઘુનાથ સિરસાઠને પોલીસે ઝડપી લીધો હતો,અને 15 જેટલી ચોરીની સ્પ્લેન્ડર બાઈક પણ પોલીસે રિકવર કરી

New Update
  • ક્રાઇમ બ્રાન્ચે કર્યો વાહન ચોરીનો પર્દાફાશ

  • વાહનચોરની પોલીસે કરી ધરપકડ

  • એક જ ચાવીથી બાઈક ચોરીને આપતો હતો અંજામ

  • આરોપી સુરત,વલસાડ,તાપી અને મહારાષ્ટ્રમાં કરતો ચોરી

  • પોલીસે 15 બાઈક રિકવર કરીને વધુ તપાસ શરૂ કરી 

સુરત શહેર ક્રાઈમ બ્રાંચે આંતરરાજ્ય વાહન ચોરીનો પર્દાફાશ કર્યો છે.એક જ ચાવીથી બાઈક ચોરીને અંજામ આપતા રીઢા ચોરની ક્રાઇમ  બ્રાન્ચે ધરપકડ કરી હતી.અને 15 ચોરીના વાહનો રિકવર કર્યા હતા.

સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી હતી,સુરત શહેર,વલસાડ,તાપી અને મહારાષ્ટ્રમાં બાઈક ચોરીને અંજામ આપતા 25 વર્ષીય દિપક ઉર્ફે અર્જુન રઘુનાથ સિરસાઠને પોલીસે ઝડપી લીધો હતો,અને 15 જેટલી ચોરીની સ્પ્લેન્ડર બાઈક પણ પોલીસે રિકવર કરી હતી.પોલીસ તપાસમાં આરોપી દિપક એક જ ચાવી બનાવીને બાઈક ચોરીને અંજામ આપતો હોવાનું જાણવા મળ્યું હતું.

સુરતમાંથી બાઈક ચોરીને તે મહારાષ્ટ્રમાં વેચી દેતો હતો.હાલ પોલીસે આરોપીની ધરપકડ સાથે રૂપિયા 4 લાખ 65 હજારનાં 15 વાહનો રિકવર કર્યા છે.આ આરોપી ખાસ કરીને હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરી માટે એક 'કીએટલે ચાવી બનાવી હતી અને આ એક ચાવીથી બાઈકનું લોક ખોલી અને તે સ્ટાર્ટ કરતો હતો.

દિપક સિરસાઠ પર અગાઉ પણ 20થી વધુ ગુનામાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. અઠવાલાઇન્સઉમરાસિંગણપોરચોક બજાર અને પુણા પોલીસ સ્ટેશનમાં તેમની સામે વિવિધ ફરિયાદ નોંધાઈ છે.

Latest Stories