સુરત : યુવકનું અપહરણ કરી રોકડ-દાગીનાની લૂંટ ચલાવનાર કુકરી ગેંગનો સાગરીત પોલીસના હાથે ઝડપાયો...

સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં કુખ્યાત મનિષ કુકરી ગેંગના સાગરીતે યુવકનું અપહરણ કરી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • ઉત્રાણ વિસ્તારમાં કુખ્યાત મનિષ કુકરી ગેંગનો આતંક

  • મનિષ કુકરી ગેંગના એક સાગરીતે ભારે આતંક મચાવ્યો

  • કારની ટક્કર લાગવા જેવી સામાન્ય બાબતે ધમાલ મચાવી

  • યુવકનું અપહરણ કરી રોકડ-દાગીનાની લૂંટ પણ ચલાવાય

  • પોલીસે કિરીટ માવાણીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં કુખ્યાત મનિષ કુકરી ગેંગના સાગરીતે યુવકનું અપહરણ કરી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં અસામાજિક તત્વો  જાણે લોકો માટે માથાનો દુ:ખાવા સમાન બની ગયા છેત્યારે ફરી એકવાર સામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં કુખ્યાત મનિષ કુકરી ગેંગનો ફરી એકવાર આંતક સામે આવ્યો છે. જેમાં કારની ટક્કર લાગવા જેવી સામાન્ય બાબતે મનિષ કુકરી ગેંગના સાગરીત કિરીટ માવાણીએ આંતક મચાવ્યો હતો. એટલું જ નહીંયુવકનું અપહરણ કરી રોકડા અને દાગીનાની લૂંટ ચલાવવામાં આવી હતી.

કિરીટ માવાણી વિરુદ્ધ સુરત અને અમદાવાદમાં 18 જેટલા ગુના પોલીસના ચોપડે નોંધાયા છે. યુવકનું અપહરણ કરી ખંડણી માંગ્યા બાદ કહ્યું માવાણી” એટલે ભાઈ” કેહવાય... તો બીજી તરફભોગ બનાર યુવકે અપહરણકારના ચૂંગાલમાંથી છૂટ્યા બાદ પોલીસને જાણ કરી હતીત્યારે પોલીસ આવતા પોલીસની ગાડીને ટક્કર મારી કિરીટ માવાણી સ્થળ પરથી ભાગી ગયો હતો. પરંતુ ગણતરીના સમયમાં જ ઉત્રાણ પોલીસે કિરીટ માવાણીની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Latest Stories