સુરત : ઉધનામાંથી 3 વર્ષીય બાળકનું અપહરણ કરનાર શખ્સની ગણતરીના સમયમાં જ ધરપકડ કરતી પોલીસ

સુરતના ઉધના વિસ્તારમાં તારીખ 29/10/2025ના રોજ બપોરના આશરે 4 વાગ્યાના સુમારે 3 વર્ષીય બાળક સોસાયટીમાં રમી રહ્યો હતો. તે સમયે કોઈ અજાણ્યો ઈસમ બાળકને ઊંચકીને લઈ ગયો હતો.

New Update
  • ઉધનામાંથી 3 વર્ષના બાળકનું અપહરણ

  • અજાણ્યો શખ્સ બાળકને ઉઠાવીને થયો પલાયન

  • પોલીસે 200થી વધુ સીસીટીવી કર્યા ચેક

  • ગણતરીના કલાકોમાં જ આરોપીની કરી ધરપકડ

  • બાળકને હેમખેમ માતાપિતાને સોંપવામાં આવ્યું

Advertisment
1/38
2/38
3/38
4/38
5/38
6/38
7/38
8/38
9/38
10/38
11/38
12/38
13/38
14/38
15/38
16/38
17/38
18/38
19/38
20/38
21/38
22/38
23/38
24/38
25/38
26/38
27/38
28/38
29/38
30/38
31/38
32/38
33/38
34/38
35/38
36/38
37/38
38/38

સુરતના ઉધના વિસ્તારમાં ઘર નજીક રમી રહેલા 3 વર્ષીય બાળકને એક શખ્સ ઉઠાવી ગયો હતો. જેની જાણ પોલીસને થતા પોલીસે ગણતરીની કલાકોમાં જ 200 જેટલા સીસીટીવી ચેક કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરતના ઉધના વિસ્તારમાં તારીખ 29/10/2025ના રોજ બપોરના આશરે 4 વાગ્યાના સુમારે 3 વર્ષીય બાળક સોસાયટીમાં રમી રહ્યો હતો. તે સમયે કોઈ અજાણ્યો ઈસમ બાળકને ઊંચકીને લઈ ગયો હતો. બાળકના વાળ લાંબા હોવાથી અને દેખાવમાં બાળકી જેવો લાગતો હોવાથી આરોપીએ તેને સરળતાથી શિકાર બનાવ્યો હોવાની પોલીસને આશંકા છે.

બાળકની માતાએ ફોન કરીને તેના પતિને જાણ કરી કે કોઈ વ્યક્તિ બાળકને લઈને જતું રહ્યું છે. તાત્કાલિક સોસાયટીમાં લાગેલા સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતાજેમાં સ્પષ્ટપણે દેખાયું કે એક અજાણ્યો માણસ માસૂમ અનિકેતને ઊંચકીને જઈ રહ્યો છે. આ દ્રશ્યો જોતાં જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદ મળતા જ ઉધના પોલીસની સર્વેલન્સ ટીમ તુરંત હરકતમાં આવી હતી. કેસની ગંભીરતા જોતા પોલીસે બનાવની જગ્યાની આસપાસના વિસ્તારના 200થી પણ વધુ CCTV ફૂટેજની ચકાસણી શરૂ કરી દીધી હતી.પોલીસની આ સઘન અને ઝડપી તપાસના આધારેઅપહરણ કરનાર આરોપીની ઓળખ થઈ હતી. આરોપીનું નામ દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન શેખ છે.

પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી દાનિશ ઉર્ફે પપ્પુ તેના ઘરેથી પકડી પાડ્યો હતો. પોલીસે બાળકના અપહરણ પાછળ બદઈરાદાની આશંકા વ્યક્ત કરી છે.અને બાળકને હેમખેમ તેને માતાપિતાને સોંપવામાં આવ્યો હતો.

Latest Stories