-
સરથાણામાં પરિવાર પર પુત્રનો જીવલેણ હુમલો
-
11 દિવસ પહેલા બની હતી ઘટના
-
પત્ની પુત્રની હત્યા બાદ પુત્રએ માતાપિતા પર કર્યો હતો હુમલો
-
પુત્રએ બે વખત કર્યો આપઘાતનો પ્રયાસ
-
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા પોલીસે કરી પુત્રની ધરપકડ
-
પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું કર્યું રિકંસ્ટ્રક્શન
સુરતના સરથાણામાં જકાતનાકા રાજહંસ સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં 11 દિવસ અગાઉ ખૂની ખેલ ખેલી પરિવાર પર હુમલો કરી પત્ની, પુત્રની હત્યા કર્યા બાદ સ્મિતે બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સ્મિતને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી,અને આખી ઘટનાનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
સુરતના સરથાણામાં જકાતનાકા રાજહંસ સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં 11 દિવસ અગાઉ ખૂની ખેલ ખેલાયો હતો,જેમાં સ્મિતે પોતાની પત્ની પુત્રની હત્યા ઉપરાંત માતાપિતા પર પણ જીવલેણ હુમલો કરી ઇજા પહોંચાડી હતી,જ્યારે પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.તારીખ 7 જાન્યુઆરી મંગળવારે સ્મિતને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપતા જ પોલીસે તેની ધરપકડ કરી હતી.અને આજે બુધવારે સવારે સુરત પોલીસની ટીમ સ્મિતને લઈને સરથાણા જકાતનાકા પાસે આવેલા રાજહંસ સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં પહોંચી હતી. જ્યાં 11 દિવસ પહેલા કઈ રીતે બનાવ બન્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સ્મિતે કઈ રીતે પોતાની પત્ની અને પુત્રને મોતને ઘાટ ઉતાર્યા અને ત્યારબાદ માતા અને પિતા પર કઈ રીતે હુમલો કર્યો હતો તેનું શબ્દશઃ વર્ણન કર્યું હતું.