સુરત : હીરા કારખાનામાં કામ કરતા રત્નકલાકારોની કરતૂત, 11 લાખના હીરા ચોરીમાં પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ

સુરતના કાપોદ્રામાં હીરાના કારખાનામાં રૂપિયા 11 લાખની ચોરી થઇ હતી,જે ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢીને 2 આરોપીઓની ધરપકડ કરી હતી.

New Update
  • સુરતની કાપોદ્રા પોલીસને મળી સફળતા

  • લાખો રૂપિયાની હીરા ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો

  • પોલીસે વેશપલટો કરી આરોપીને ઝડપી પાડયા

  • રત્નકલાકારે જ કરી હતી હીરાની ચોરી

  • પોલીસે વધુ તપાસ શરૂ કરી

સુરતના કાપોદ્રામાં હીરાના કારખાનામાં રૂપિયા 11 લાખની ચોરી થઇ હતી,જે ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢીને 2 આરોપીઓની ધરપકડ કરી હતી.અને રૂપિયા 6 લાખથી વધુના હીરા અને બે મોબાઈલ ફોન કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક હીરાના કારખાનામાં રૂપિયા 11 લાખના હીરાની ચોરી થઇ હતી.જે ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઇ છે.હીરાના કારખાનામાં કામ કરતા રત્નકલાકારોએ જ ચોરીને અંજામ આપ્યો હતો,જે અંગેની માહિતી મળ્યા બાદ પોલીસે એક આરોપીને ચંબલથી તો બીજાને રાજસ્થાનથી ઝડપી પાડ્યા હતા,અને પોલીસ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે હીરા કારખાનામાં કામ કરતી વખતે તીજોરીનો નંબર જાણી ચાવીની ચોરી કરી હીરા ચોરીને અંજામ આપ્યો હતો.પોલીસે હાલ બે આરોપીઓની ધરપકડ સાથે રૂપિયા 6 લાખથી વધુના હીરા અને બે મોબાઈલ ફોન કબજે કર્યા છે,અને વધુ તપાસ શરૂ કરી છે.

Latest Stories