/connect-gujarat/media/post_banners/93c4b3a6421bbb32cdd07a9463d2d53ea0844d7e9a7608f53329bb558bc41f3a.jpg)
ખોટું નામ ધારણ કરી અમદાવાદથી સુરતના વેપારીઓને છેતરતી ગેંગનો પર્દાફાશ સુરત પોલીસે કર્યો છે.ઇકો સેલ દ્વારા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરતના કાપડ માર્કેટમાં લેભાગુ વેપારીઓ સામે દિવસેને દિવસે ફરિયાદ ઉઠી રહી છે ત્યારે વધુ એક મામલો પ્રકાશમા આવ્યો છે. આજથી એક વર્ષ પહેલા લાખો રૂપિયાના કાપડની ખરીદી કરીને ઠગાઈને અંજામ આપ્યો હોવાની ફરિયાદ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઇ હતી.બનાવને પગલે સુરત પોલીસે ઠગાઈ કરનાર આરોપી વિજય ઉર્ફે શ્યામ મખીજા ,મનોહરલાલ જોસ્મેલ તલરેજા અને લક્ષ્મણ કોડવાણીની ધરપકડ કરી હતી.આ બને એકબીજ ના મેળાપીપણાથી વેપારીઓને વિશ્વાસમાં લઈ મોટી રકમનું કાપડ મંગાવી પેમેન્ટ નહીં આપી છેતરપીંડી આચરતા હતા.સુરત ઇકો સેલ દ્વારા આ બંને આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ સુરતના વેપારીઓ પાસેથી સાડીઓના પાર્સલો અમદાવાદ ખાતે મંગાવી તે પાર્સલો લોડીંગ ટેમ્પો ચાલક મારફતે ટ્રાવેલ્સમાંથી છોડાવી માલ છોડાવનાર ટેમ્પો ચાલક પાસેથી માલ અધ વચ્ચે બીજા ટેમ્પોમાં ભરી લઇ જઇ અમદાવાદ તથા મેરઠના વેપારીઓને સસ્તા ભાવે વેચાણ કરી દેતા સામે આવ્યું હતું.