New Update
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં થયેલ યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢી 4 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં યુવકો વચ્ચે થયેલી જૂની અદાવતમાં ખૂની ખેલ ખેલાયો હતો. ગત તા. 6 સપ્ટેમ્બરના રોજ આરોપીઓ અને મૃતકના પિતા વચ્ચે કોઈક બાબતે ઝઘડો થયો હતો. જેમાં આ ઝઘડામાં સમજાવવા માટે વચ્ચે પડેલા મોહમ્મદ હનીફ હાસોટી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મોહમ્મદ હનીફ હાસોટીને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મોહમ્મદ હનીફ હાસોટીનું મોત નીપજ્યું હતું. હત્યાની ઘટના મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી, ત્યારે મોહમ્મદ હનીફ હાસોટીને મોતને ઘાટ ઉતારનાર 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories