Connect Gujarat
સુરત 

સુરત: ઘરફોડ ચોરી કરતી સીકલીગર ગેંગના 4 સાગરીતની પોલીસે કરી ધરપકડ,રૂ. 8.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

બાઇક, મોપેડ, ઇકોકાર અને બાદ ઘરફોડ ચોરી કરતી સીકલીગર ગેંગના 4 સાગરીતને સુરતની ઉધના પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

X

બાઇક, મોપેડ, ઇકોકાર અને બાદ ઘરફોડ ચોરી કરતી સીકલીગર ગેંગના 4 સાગરીતને સુરતની ઉધના પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરતની ઉધના પોલીસે ઉધના બીઆરસી સતનામ ચાર રસ્તાથી એક ઇકોને અટકાવી કિર્તનસીંગ પંચમસિંગ ભાદા , દિપસીંગ ઉર્ફે દિપુ ગુજરાતસિંગ કલાની,રાણાસીગ અવતારસિંગ અંધરેલીને પકડી પાડ્યા હતા. પુછપરછમાં ચારેએ 20 દિવસ પહેલા રાત્રિના ઉધના રણછોડનગરની સામેથી રાજ એલ્યુમિનિયમની દુકાનેથી ચોરી કરી ઇલેક્ટ્રિક વાયરો, પટ્ટીઓ અને ડ્રીલ મશીન ચોરી કર્યા હતા. આ ગેંગે મહિના પહેલા ભરૂચના ન્યુ સરકારી હાઉસની બહાર ભેગા થઇને ત્યાંથી ભરૂચના જીએનએફસી રોડ ઉપર પૂજાપાર્કમાં બંધ મકાનનો દરવાજો તોડી રૂા.5.45 લાખ રોકડા તેમજ સોનાની ચેઇન ચોરી કરી હતી. ભરૂચમાં પાર્ક કરેલી ઇકો ગાડીને નકલી ચાવી વડે ચોરી કર્યાની કબૂલાત કરી હતી.પોલીસે તેઓ પાસેથી ઇકો ગાડી, 100 ઇલેક્ટ્રીક વાયર, એલ્યુમિનિયમની પટ્ટી, ડ્રીલ મશીન, કટર મશીન, ઇલેક્ટ્રીક પંપ, કટર મશીન, સ્ક્રેપ કરેલી મોટર, ટાટા કંપનીનો છોટા હાથી, એક સ્પ્લેન્ડર બાઇક, બજાજ થ્રી-વ્હીલ૨ રિક્ષા અને મોબાઇલ મળી કુલ રૂ.8.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Next Story