New Update
/connect-gujarat/media/post_banners/9c4e79e4cf19ff98ba7e25b3da94815cb288395ab463d18ba3c5ea53f809ffa6.jpg)
સુરત શહેરના પુણા વિસ્તારમાં દેશી તમંચા અને લાખો રૂપિયાની રોકડ રકમ સાથે ફરતા યુવકની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલ નિયોલ ચેક નાકા નજીક ચેકીંગ દરમ્યાન પોલીસના હાથે એક યુવક ઝડપાયો હતો. પોલીસે તપાસ કરતાં આ યુવક પાસેથી દેશી તમંચો મળી આવ્યો હતો. પોલીસે વધુ પૂછપરછ કરતાં તે વેસ્ટ બંગાળથી ઘરફોડ ચોરીને અંજામ આપી સુરત આવ્યો હોવાની કબુલાત આપી હતી. પોલીસે યુવક પાસે રૂપિયા 1.74 લાખ રોકડ અને એક દેશી તમંચા સહિત જીવતા કારતૂસ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories