-
સચિન વિસ્તારમાં બની હતી લૂંટની ઘટના
-
ત્રણ માથાભારે લૂંટારુઓએ ચપ્પુની અણીએ લૂંટને આપ્યો અંજામ
-
સોનાની ચેન અને મોબાઈલની ચલાવી હતી લૂંટ
-
બે લોકોને લૂંટારુ ગેંગે પોતાના શિકાર બનાવ્યા હતા
-
પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ
સુરતના સચિન સ્લેમ બોર્ડ 5 વિસ્તારમાં લૂંટની ઘટના બની હતી,જેમાં ચપ્પુની અણીએ ત્રણ લૂંટારૂઓએ સોનાની ચેન અને મોબાઈલની લૂંટ ચલાવી હતી. માથાભારે આરોપીઓએ બે લોકોને લૂંટનો શિકાર બનાવ્યા હતા.જે ગુન્હાનો ભેદ પોલીસે ઉકેલી કાઢીને આરોપીઓની ધરપકડ કરી હતી,અને ઘટનાનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
સુરતના સચિન સ્લમ બોર્ડ 5 વિસ્તારમાં તારીખ 28મીના રોજ ફરિયાદીને અજાણ્યા લૂંટારૂઓ ભટકાય ગયા હતા,અને ચપ્પુની અણીએ સોનાની ચેન તેમજ મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ત્રણ લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા.જોકે લૂંટારૂ ટોળકીએ બે લોકોને લૂંટનો શિકાર બનાવ્યા હતા.આ અંગે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી,અને પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી,જેમાં પોલીસને ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી,પોલીસે આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી,અને આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.