/connect-gujarat/media/post_banners/81fa5b9ca5ae74ab4c0444c3a1e6da81c4d2e7531fd03ebc989a2cb48086cca2.jpg)
સુરત સચિન જીઆઇડીસી પોલીસે દેશી બનાવટના 2 તમંચા કાર્ટિજ સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના સચિન જીઆઇડીસી પોલીસે બાતમીના આધારે યુપી વાસી 19 વર્ષીય રાહુલ ગૌતમ નામના યુવકને બે તમંચા,એક કાર્ટિજ સાથે ઝડપી પડયો છે.આરોપી મૂળ યુપીનો વતની શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિર્ભાવ સોસાયટી ખાતે રહે છે. પોલીસે આરોપી યુવકને ખેતેશ્વર ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી તેની પાસેથી દેશી બનાવટના બે તમંચા,એક કાર્ટિજ કબજે લીધા છે.બીજી તરફ પોલીસને જોઈ ભાગી જનાર તેનાસાથીદાર પાસે પણ બે તમંચા હોવાની ચોકાવનારી કબુલાત આરોપી યુવકે કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે.પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી રાહુલ ગત 18 એપ્રિલના રોજ તેના હમવતની મિત્ર પ્રિયાંશુ હીરાલાલ ગૌતમ સાથે સુરત આવ્યો હતો. ત્યારે બંને મિત્રો વતનથી તમંચો પણ સાથે લઈ આવ્યા હતા. સુરતમાં કામ ધંધાની શોધમાં આવેલા બંને મિત્રો તમંચો વેચવા માટે ગ્રાહક શોધી રહ્યા હતા. ગ્રાહક શોધવા માટે બંને મિત્રો ખેતેશ્વર ચોકડી પાસે આવ્યા હતા.