New Update
સુરતના અડાજણ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતી વૃદ્ધ મહિલા પર હથોડીથી હુમલો કરી મંગલસૂત્રની લૂંટ કરીને લુટારુ ફરાર થઈ ગયા હતા.આ ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના અડાજણ વિસ્તારમાં તારીખ 2જી જૂન 2024ના રોજ ટીજીબી હોટલની ગલીમાં એસ.એમ.સી આવાસ બિલ્ડીંગ સામે ગલ્લો ચલાવતા એક વૃદ્ધ મહિલા સાથે લૂંટની ઘટના બની હતી.આરોપીઓએ વૃદ્ધ મહિલાને છાતીના ભાગે હથોડીના ઘા મારીને ગળામાં પહેરેલ મંગલસૂત્રની લૂંટ કરી હતી અને ગલ્લામાં તોડફોડ કરી હતી. ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે વૃદ્ધાએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન બાતમીના આધારે મહીધરપુરા સળીયા માર્કેટ વિસ્તારમાંથી આરોપી ગુલામ મુસ્તફા અહમદભાઈ ભઠીયારા અને મહમદ સાકીર ગુલામ સાબીર ભઠીયારાને ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંને આરોપીઓએ તેના સાગરીત જયેશ ગુર્જર અને ભદ્રેશ કહાર સાથે મળી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ તો પોલીસે ગુલામ મુસ્તફા અને મહમદશાખીર ગુલામ સાબીર ભઠીયારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જ્યારે આની બે આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
Latest Stories