Connect Gujarat
સુરત 

સુરત : AAPના વિરોધ પ્રદર્શનનું કવરેજ કરવા પહોચેલા મીડિયાકર્મીઓ સાથે પોલીસે કરી "ધકામુક્કી", વિડિયો થયો વાઇરલ.

હેડ ક્લાર્ક ભરતી પરીક્ષાના પેપર ફૂટ્યાં બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે, ત્યારે સુરત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.

X

હેડ ક્લાર્ક ભરતી પરીક્ષાના પેપર ફૂટ્યાં બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે, ત્યારે સુરત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. તે દરમ્યાન કવરેજ કરવા પહોચેલા કેટલાક મીડિયાકર્મીઓ સાથે પોલીસે ગેરવર્તન કર્યું હતું, ત્યારે પોલીસ અને મીડિયાકર્મીઓ વચ્ચે થયેલ ચકમકનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે.

હેડ ક્લાર્ક ભરતી પરીક્ષાના પેપર ફૂટ્યાં બાદ રાજ્યભરમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અસિત વોરાના રાજીનામાની માંગ સાથે સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જોકે, વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસ અને AAPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં AAPના કાર્યકરો-નેતા અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે AAPના નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. તે દરમ્યાન કલેકટર કચેરી ખાતે કવરેજ કરવા પહોચેલા કેટલાક મીડિયાકર્મીઓ સાથે પણ પોલીસે ચકમક કરી હતી. જેમાં કોઈ કારણ વગર બંદોબસ્ત માટે ઉભેલા સ્ટાફ દ્વારા ખોટી રીતે મીડિયાકર્મીઓને હેરાન કરવાનો પ્રયાસ કરાયો હતો. મહિલા પીએસઆઇ સહિતના સ્ટાફ દ્વારા મીડિયાકર્મીઓને સતત રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મીડિયાકર્મીઓ સામે રૌફ પ્રદર્શિત કરાતા મહિલા પી.એસ.આઇ. સામે મીડિયાકર્મીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે, 2 દિવસ પહેલાં ગાંધીનગરમાં પણ પોલીસ-ભાજપના કાર્યકર્તાઓ અને AAP વચ્ચે મારામારીની ઘટના બની હતી, ત્યારે હવે સુરતમાં પોલીસ અને મીડિયાકર્મીઓ વચ્ચે થયેલ ઝપાઝપી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Next Story