અમરોલી,કોસાડ આવાસમાં પોલીસનું કોમ્બિંગ
પોલીસની છ ટીમો દ્વારા કરાઈ કાર્યવાહી
હિસ્ટ્રીશીટર,ટપોરી,માથાભારે શખ્સોની કરી તપાસ
કોમ્બિંગમાં ઘાતક હથિયારો પણ મળ્યા
પાંચ તડીપાર આરોપીઓની પણ ધરપકડ
30થી વધુ લોકો સામે નોંધાઈ ફરિયાદ
સુરતના અમરોલી અને કોસાડ આવાસમાં પોલીસ દ્વારા સઘન નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું,અને પોલીસ દ્વારા 30થી વધુ લોકો સામે ફરિયાદ દર્જ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરતમાં વધી રહેલા ક્રાઇમ રેટ સામે પોલીસતંત્ર એક્શનમાં આવ્યું છે,જેના કારણે પોલીસ દ્વારા અમરોલી,ઉત્રાણ,જહાંગીરપુરા,રાંદેર અને અડાજણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ મળીને જુદી જુદી ટીમ બનાવીને સઘન નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.પોલીસે આ કોમ્બિંગ દરમિયાન હિસ્ટ્રીશીટર,ટપોરી,માથાભારે શખ્સોના ત્યાં તપાસ હાથ ધરી હતી.જેમાં પોલીસને કેટલાક ઇસમો પાસેથી ઘાતક હથિયાર પણ મળી આવ્યા હતા.આ ઉપરાંત પોલીસે પાંચ તડીપાર આરોપીઓને પણ ઝડપી લીધા હતા.તેમજ પ્રોહિબિશન સહિતના કેસ કરવામાં આવ્યા હતા,જ્યારે અન્ય 30 જેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી.આ સઘન નાઈટ કોમ્બિંગમાં સુરત પોલીસના ડીસીપી,એસીપી તેમજ પાંચ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો સ્ટાફ જોડાયો હતો.