/connect-gujarat/media/post_banners/50a1d122197529c1ac7ed87a33054a60329f0920936fc222de8048b4d1d0299b.webp)
કાકરાપારમાં PMના બંદોબસ્તમાંથી સુરત પરત ફરી રહેલા પોલીસ કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. બાઈક લઈને આવી રહેલા કોન્સ્ટેબલને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર રીતે ઇજાગ્રત થયો હતો. જેથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જેથી સિવિલ હોસ્પિટલમાં ગાર્ડ ઓફ ઓનર આપી મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. મૃતક પરિવારમાં એકનો એક દીકરો હતો.
મળતી માહિતી પ્રમાણે, મૂળ વ્યારાનો અને સુરતના નાનપુરા ખાતે રહેતો 30 વર્ષીય સેતુલકુમાર જયંતીલાલ ચૌધરી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા, પિતા અને એક બહેન છે. સેતુલ સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં આર્મડ એલઆર તરીકે ફરજ બજાવતો હતો. 2019માં તેની પસંદગી થઈ હતી અને 4 વર્ષથી ફરજ પર હતો.