-
સુરતમાં ડમ્પર ચાલકો સામે પોલીસની તવાઈ
-
ડમ્પર ચાલકે સિગ્નલ તોડીને વિદ્યાર્થીને લીધો હતો અડફેટમાં
-
પોલીસે ઓચિંતું જ ચેકીંગ હાથ ધરતા ડમ્પર ચાલકોમાં ફફડાટ
-
પોલીસ તપાસ દરમિયાન ચાર ડ્રાઈવરો નશામાં ધૂત મળ્યા
-
પોલીસે નશો કરતા ડ્રાઇવરો સામે કરી કડક કાર્યવાહી
સુરતના પાલ ગૌરવપથ રોડ પર બેફામ બનેલા ડમ્પરે આઠમાં ધોરણના વિદ્યાર્થીને ઉડાવ્યા બાદ હવે પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ દ્વારા ડમ્પર ચાલકોનું ચેકિંગ હાથ ધરતા ત્રણ ડમ્પર ચાલક નશામાં ધૂત થઈ વાહન હંકારતા મળ્યા હતા.
સુરતના પાલમાં ડમ્પર ચાલકે સિગ્નલ તોડી વિદ્યાર્થીને ઉડાવ્યો હતો.આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા,જેમાં સ્પષ્ટ જોય શકાતું હતું કે ડમ્પર ચાલકે પુરઝડપે સિગ્નલ તોડીને આગળ વધી ગયો હતો અને વિદ્યાર્થીને ફૂટબોલની માફક ઉડાડ્યો હતો.વિદ્યાર્થી ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યો છે ત્યારે જે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ડમ્પર ચાલકે અકસ્માત કર્યો હતો તે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
પોલીસ ચેકીંગ દરમિયાન પાલ રોડ એપેક્ષ હોસ્પિટલ પાસેથી ચાલક પ્રભુ કચેરીયા મીણા, જ્યારે ભેસાણ ચોકડી પાસે બે ડમ્પરને પોલીસે અટકાવીને ચેકિંગ કર્યું હતુ.જેના ચાલક મોકતારખાન મુન્નાખાન અને ચાલક સચદેવાનંગ રામુપ્રસાદ નશામાં ધૂત મળી આવતા ગુનો નોંધ્યો હતો.
સચિન GIDC નાયરા પેટ્રોલપંપ પાસે તો બેફામ દોડતા ડમ્પર ચાલકે રવિવારે રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં જીયાવ ગામ કુંભાર ફળિયાના આયુષ ગિરીશ પટેલની કારને ટક્કર મારી નુકસાન કર્યું હતું.આમ પોલીસના ચેકીંગ દરમિયાન જુદા જુદા ડમ્પરના ત્રણ ડ્રાઇવરો નાશમાં ધૂત મળી આવ્યા હતા,અને નશામાં ધૂત ડમ્પર ચાલકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.