/connect-gujarat/media/post_banners/b23d9c484ea2e8c314c6566302879144205ead5a61b1202196c6a4994df61707.jpg)
સુરત શહેરના પર્વત ગામ વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર ઉપર ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક દવાનું વેચાણ કરતાં એક શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર મેડિકલ સ્ટોર પરથી ગેરકાયદેસર સીરપ કોડીન અને ટેબ્લેટ ટ્રામાડોલ નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ થતું હોવાની પોલીસને ફરિયાદ મળી હતી. જેના આધારે SOGએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી દરોડા પાડ્યા હતા.
પર્વત ગામ નજીક પ્રમુખ ડોક્ટર હાઉસમાં આવેલ મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલી કોઇપણ જાતના ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર ઉપરથી કર્યું હતું. પોલીસની ટીમ અને ફુડ એન્ડ ડ્રગ્સની ટીમને મેડિકલ સ્ટોરમાંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી ટેબલેટો સીરપ જેવી કે, ટ્રામાડોલ તથા સીરપ કોર્ડન, કોડી ક્યોર ટૉરેક્ષ, કોડીસ્ટાર વિગેરેનો જથ્થો મળી આવ્યો હતો.
સમગ્ર મામલે મેડિકલ સ્ટોરના સંચાલક સ્વરૂપ દેવાસીના ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ પોલીસે મેડિકલ સ્ટોર પરથી નશો કરવાના ઉપયોગમાં લેવાતી અલ્પાઝોલમ, ટ્રામાડોલ ટેબલેટ-કેપ્સ્યુલ, નશાકારક કોર્ડન સિરપ બોટલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.